________________
શતક ર૫મું ઉદ્દેશક-૬
બકુશ તથા પ્રતિસેવન કુશીલ સાત-આઠ તથા આયુષ્ય અને વેદનીય વિનાની છ પ્રકૃતિએને ઉદીરે છે.
કષાયકુશીલ મુનિ સાત-આઠ-છ તથા આયુષ્ય, વેદનીય અને મેહ વિનાની પાંચ કર્મોની ઉદીરણા કરે છે.
નિર્ચન્થ આયુષ્યર્વેદનીય અને મોહ વિનાની પાંચ તથા નામ અને ગોત્રને ઉદરતે બે પ્રકૃતિને ઉદીક જાણવો.
સ્નાતક પણ કદાચ ઉદીરક હોય તે નામ તથા શેત્રને જાણ.
(૨૪) ઉપસંહાનદ્વાર -જે પ્રાપ્ત થયું હતું તેને ત્યાગ કરે તે ઉપસંહાન કહેવાય છે. ગૃહસ્થાશ્રમમાંથી નીકળીને મુનિષ મળે તે ભાગ્યની વાત છે અને ટકાવી રાખવું તે મહાભાગ્યની વાત છે. અન્યથા પ્રાપ્ત થયેલું દેવાઈ પણ જાય છે. પુલાક મુનિ યદિ પુલાકત્વનો ત્યાગ કરે તે કષાયકુશીલતા અને અસંયતત્વને પ્રાપ્ત કરે છે. બકુશ યદિ બકુશવને છોડે તે પ્રતિસેવના કુશીલત્વ, કષાય કુશીલત્વ, અસંયમત્વ અથવા દેશવિરતિત્વને પામે છે, તે આ પમાણે છેઃ અધ્યવસાયમાં આગળ વધે તે કુશીલપણું પામે, મરણ પામે તે દેવ બને છે, જ્યાં અસંયમ છે અને નીચે પડે તે દેશ વિરતિ શ્રાવક બને છે. તાત્પર્ય કે તે દ્રવ્યલિંગે સાધુ છે અને ચર્મચક્ષુના માલિકને માટે છઠ્ઠા ગુણઠાણને માલિક છે.
જ્યારે ભાવલિંગે તે શ્રાવકત્વને પામતે હોવાથી પાંચમા ગુણ ઠાણને માલિક બને છે. કષાયકુશીલ પિતાના સ્થાનને છોડે અને અધ્યવસાયથી નીચે ઉતરે તે બકુશત્વ કે પુલકિત્વને પામે છે. મરણ પામે તે દેવત્વ અથવા શ્રાવકત્વ અને ઉપર ચડે તે નિગ્રંથ અવસ્થાને પણ પામે છે. નિર્ચથને માટે