________________
સમયે ઘર બેઠા ભગવાન મહાવીર સ્વામીનું પુણ્ય-પાપ-આશ્રવ -સંવર આદિનું તત્ત્વજ્ઞાન મેળવી શકીએ તે માટે ૩૬,૦૦૦ પ્રશ્નોત્તરથી સભર ભગવતીસૂત્ર જે આગમ ગ્રંથ સૌને માટે ઉપાદેય અને સંગ્રાહ્ય બને તેમાં આશ્ચર્ય નથી.
મૂળ સૂત્રે તથા ટીકાના ગ્રંથે પણ વાંચવાની લાયકાત આપણ ન હોવાના કારણે પૂ. પંન્યાસશ્રીજીએ સીધી સાદી અને વ્યવહારુ ગુજરાતી ભાષામાં તે આગમને ભાવાનુવાદ ઉતારીને આપણા ઉપર અનહદ ઉપકાર કર્યો છે, જે ભૂલી શકાય તેમ નથી. અમે અમારી જાણકારી પૂર્વક કહી શકીએ છીએ કે, અરિહંત પરમાત્માની વાણીને આવી રીતને અનુવાદ ભાવાનુવાદ થાય તે વધારે આદરણીય બનવાથી સૌ કેઈને માટે લાભ લેવાને સુલભ બનશે, કેમકે આજના ભૌતિકવાદના પ્રચાર સામે, જૈન તત્વજ્ઞાનના આગમીય ગ્રંથે જ સૌ કેઈને પાપમાર્ગથી બચાવનાર બને છે. માટે અમે પૂ. પં શ્રીને વિનવીએ છીએ કે હવે પછી પણ બીજે આગમ તૈયાર કરીને અમને સેવા કરવાનો અવસર પ્રાપ્ત કરાવે.
ત્રિરંગી બ્લેક દેવા માટે પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી દુર્લભસાગરસૂરીશ્વરજી મ.ને ઉપકાર માનીએ છીએ. સાધના પ્રેસના માલિકને પણ અમે ધન્યવાદ આપીએ છીએ.
અંધેરી જૈન સંઘના ટ્રસ્ટીઓને અમે અત્યંત આભાર માનીએ કે આ ગ્રંથનો સંપૂર્ણ ખર્ચ તેમના જ્ઞાનખાતામાંથી થયે છે. છેવટે ચારે ભાગમાં તે તે સંઘ, ટ્રસ્ટીઓ અને બીજા પણ સદ્દગૃહસ્થને અમે આભાર માનીને વિરમીએ છીએ. સં. ૨૦૩૭ લિ. સંઘવી જગજીવનદાસ કસ્તુરચંદ શાહ
મું, સાઠંબા (સાબરકાંઠા) તા. ૨૪-૨-૮૧ વાયા : ધનસુરા (A. P. Rly).
મહા વદ ૫