________________
પ્રકાશકીય નિવેદન વિ. સં. ૨૦૨૦ને ચાતુર્માસ દહેગામ મુકામે પૂર્ણ કરીને, પૂ. પં. શ્રી પૂર્ણાનંદવિજયજી મ. (કુમારશ્રમણ) આદિ ઠાણું અમારા સંઘના સ્વાગત સાથે સાઠંબા પધાર્યા હતાં. તેમના ઉપદેશથી “જૈન સાહિત્યની યથાશક્તિ સેવા કરવી,” તેવા આશયથી અમારા સંઘે “શ્રી વિદ્યાવિજયજી સ્મારક ગ્રંથમાળા” નામની સંસ્થાની સ્થાપના કરી હતી તે સમયે અમારી હરણફાળ આટલી લાંબી થશે તેને ખ્યાલ અમને કદી પણ નહીં આવે કે અમારા નાનકડા ગામના સાવ નાના સંઘને દ્વાદશાંગીમાં સર્વશ્રેષ્ઠ ભગવતી સૂત્રની સેવા કરવાનો પણ અવસર મળશે. આજે અમે ચેથા ભાગમાં તે મહાન આગમની પૂર્ણાહુતિ સુધી પહોંચી પણ ગયા છીએ. તેને આનદ યે સર્વથા સ્વાભાવિક છે. - આપણું સંઘમાં જ્યારે પુણ્યદય પ્રવર્તે છે ત્યારે પૂ. પદવીરોના શ્રીમુખે ચાતુર્માસ દરમ્યાન ભગવતી સૂત્ર સાંભ ળવાને અવસર આવે છે. તે સમયે ગજરાજની અંબાડીએ બિરાજમાન કરેલા તે સૂત્રને વાજતે ગાજતે ગુરૂદેને વહરાવીને તથા પ્રત્યેક પ્રશ્નને સૌ કોઈ પોતાની શક્તિ પ્રમાણે દ્રવ્ય મૂકે છે. સંગ્રામ સનીએ પ્રત્યેક અને સેનામહોર મૂકીને આ સૂત્રનું શ્રવણ કર્યું હતું અને સંઘને પણ શ્રવણ કરાવીને ઉત્તમત્તમ લાભ મેળવ્યો હતે.
આજની રાજકીય પરિસ્થિતિ અવળચંડી હોવાને કારણે આપણે વ્યાપાર નીતિને જીવલેણ ફટકો લાગે છે. તથા રાક્ષસી મોંઘવારીના અભિશાપે ઘરના ખર્ચા પૂર્ણ કરવા માટે આપણે અહોરાતને ઘણે લાબા સમય તેમાં ખર્ચાઈ જઈ રહ્યો છે. આ કારણે શ્રદ્ધા હોવા છતાં પણ પૂ. ગુરૂદેવના વ્યાખ્યાનો સમય આપણી પાસે હોતા નથી. તેવા વિકટ