________________
૯૪
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પરિણમી હોવાથી આગળના સંયમસ્થાનમાં તે જઈ શક્ત નથી. આ કારણે તે ત્યાં જ અટકી જાય છે. ત્યાર પછી એકલે પડેલે કષાય કુશીલ અસંખ્ય સંયમસ્થાન સુધી જાય છે. અને પ્રતિસેવના કુશીલ તથા બકુશ મુનિને સથવારે મળતાં તે ત્રણે અસંખ્ય સંયમ સ્થાન સુધી જાય છે. પણ બકુશ મુનિ આગળ ચાલવા માટે સમર્થ બની શકતું નથી માટે અટકી પડે છે. અને પ્રતિસેવના કુશીલ તથા ચારિત્ર કુશીલ મુનિ બંને સાથે મળીને આગળ વધે છે અને અસંખ્ય સ્થાન સુધી ગયા પછી દીવામાંથી તેલ ખૂટતા જેમ દીવ વિશ્રામ લે છે તેમ પ્રતિસેવના કુશીલ તે સ્થાને અટકી જાય છે. તે પણ કષાય કુશીલ શેડી ઘણી હિંમત કરીને એકલે જ આગળ વધે છે અને અસંખ્યાત સંયમ સ્થાન સુધી ગયા પછી તેની હિંમત પણ હાથતાળી દઈને ખતમ થાય છે. એટલે કે પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલને હરાવીને જે સ્થાને આવ્યા હતાં ત્યાંથી આગળ વધવા માટે તે ભાઈને પિતાના ઉત્પન્ન કરેલા, વધારેલા, પિષેલા, પંપાળેલા કષાયે જ તેના દુશ્મન બનીને આગળ વધવા દેતા નથી ત્યારે આ બધાઓના ખેલ તમાસા જોયા પછી નિગ્રંથ અને સ્નાતક કમર કસીને તૈયાર થાય છે અને “મુટ્રિમોનિ વાળા ” આ મંત્રને જાપ કરી નિર્ભયપણે આગળને આગળ વધતાં તે બન્ને એક જ સંયમસ્થાનને પ્રાપ્ત કરીને અનાદિકાળની રખડપટ્ટી કરતાં લાગેલા થાકને તેવી રીતે ઉતારી દે છે કે ફરીથી તે બિચારો થાક જ થાકી જાય છે અને હંમેશાને માટે છુટો પડે છે.
આ કારણે નિગ્રંથ મુનિના સંયમ સ્થાનથી પુલાક અનંતગુણ હીન છે. બકુશ મુનિ પુલાકના ચારિત્ર પર્યાથી અનંત