________________
૯૩
શતક ૨૫મું : ઉદ્દેશક-૬ હિન કહેવાશે. જેમનાં પર્યાયે સમાન હોય છે તે પરસ્પર તુલ્ય બને છે. અને હીનથી શુદ્ધ પર્યાયવાળે મુનિ અધિક કહેવાય છે.
બાદા વેષ અને ક્રિયાકાંડ સૌના એક સમાન હોવા છતાં, આતરિક જીવનની શુદ્ધતા, શુદ્ધતરતા કે હીનતા તથા હીનતરતા બીજાઓને માટે સર્વથા અલક્ષ્ય ભલે રહેતી હોય તે પણ ચારિત્રમેહનીય કર્મને ઉદય સૌ ને ભિન્ન ભિન્ન હોવાથી સમયે સમયે બદલાતા અધ્યવસાયના કારણે જ ભાવલિંગી મુનિ પણ શુદ્ધ અને અશુદ્ધ બને છે. તે અશુદ્ધતા કેઈ મુનિની બીજાની અપેક્ષાએ અનંતમા ભાગ જેટલી, કોઈની અસંખ્યાતમા ભાગ જેટલી, કોઈની સંખ્યાતમા ભાગ જેટલી હીન હોય, જ્યારે કેની બીજા મુનિની અપેક્ષાએ અનંતગુણ, કેઈની અસંખ્યાત ગુણા, જ્યારે કેઈની સંખ્યાત ગુણા જેટલી હીન હોય ત્યારે તે મુનિ ષટ્રસ્થાનક પતિત કહેવાય છે, એટલે અનંત ભાગ, અસંખ્યાત ભાગ, સંખ્યાત ભાગ, અનંત ગુણ, અસંખ્યાત ગુણ અને સંખ્યાત ગુણ હીન જાણુ.
પુલાક મુનિ પિતાના ચારિત્ર પર્યાયે વડે બકુશ મુનિના પરસ્થાન સંનિકર્ષ એટલે વિજાતીય ચારિત્ર પર્યાની અપેક્ષાએ અનંતગુણહીન હોય છે. આ પ્રમાણે પ્રતિસેવન કુશીલ અને કષાય કુશીલ માટે પણ જાણવું. તે જેમ સજાતીય પર્યાયની અપેક્ષાએ ષટ્રસ્થાનક પતિત જ જાણે. પુલાક બીજા પુલાકને સજાતીય છે અને બકુશને વિજાતીય છે તેમ સર્વત્ર જાણવું.
પુલાક અને કષાય કુશીલ મુનિના સર્વ જઘન્ય સંયમસ્થાન સૌથી નીચા છે. ત્યાંથી તે બંને સાથે સાથે અસંખ્ય સંયમ સ્થાન સુધી જાય છે. કેમ કે બન્નેના અધ્યવસાયે ત્યાં સુધી તુલ્ય હોય છે. પરંતુ તે બન્નેમાંથી પુલાક મુનિ હીન