________________
૯૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ અનુભવાય છે. આ કારણે કોઈ પણ મુનિની કે કઈ પણ સંઘાડાની ભત્સના, હીલના, અપમાન કે તિરસ્કાર કરે તે નિંદનીય કર્મ છે. વ્યવહાર નયે કદાચ સારા દેખાતા સાધકે પણ આન્તર જીવનમાં કષાય કલેશના ગીલી દંડા જ રમતા હોય છે. જ્ઞાન સાધનાને બદલે દ્રવ્ય સાધના, સંયમના બહાને પિતાના માન મરતબાની આરાધના કરતા હોય છે, ત્યારે જાણવું જોઈએ કે સંયમ સ્થાને કેવળ આત્મા સાથે જ સંબંધ છે. નિર્ગસ્થ અને સ્નાતકના સંયમ સ્થાને સૌથી છેડા છે. તેનાથી પુલાકને અસંખ્યાત ગુણ છે. બકુશને તેનાથી પણ અસંખ્યાત ગુણા છે. તેનાથી પ્રતિસેવનાને અસંખ્યાત ગુણા અને સૌથી વધારે સંયમસ્થાને કષાય કુશીલના હોય છે.
(૧૬) સંનિકર્ષ દ્વારઃ-પુલાક મુનિને સ્વસ્થાન સંનિકર્ષ પિતાના જાતિય ચારિત્ર પર્યાયે એટલે કે એક પુલાક, બીજા પુલાકના ચારિત્ર પર્યાયની અપેક્ષાએ કદાચ હીન હોય, કદાચ તુલ્ય હોય અને કદાચ અધિક પણ હોઈ શકે છે. હીન હોય તે અનંત ભાગે હીન, અસંખ્યાત ભાગે હીન, સંખ્યાત ભાગે હીન, સંખ્યાતગુણ હીન, અસંખ્યાત ગુણે હીન હોય છે. યદિ અધિક હોય અનંત ભાગ અધિક, અસંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ભાગ અધિક, સંખ્યાત ગુણ અધિક, અસંખ્યાત ગુણ અધિક અને અનંત ગુણું અધિક હોય છે. સ્વ એટલે પિતાના સજાતીય સ્થાન એટલે પર્યાને આશ્રય. સારાંશ કે પુલાકાદિને પુલાકાદિનું સંનિકર્ષ–સજન તે સ્વસ્થાન સંનિકર્ષ કહેવાય છે. જે પુલાક મુનિના આત્મિક અધ્યવસાયના કારણે સંયમસ્થાને વિશુદ્ધ નથી હતા, તે શુદ્ધ પર્યાયવાળા બીજા મુનિથી હીન કહેવાય છે તથા પર્યાય હીન હોવાના કારણે મુનિ પણ