________________
શતક ૨૫મુ : ઉદ્દેશક
૯૧
સાધક પ્રકૃતિએ ઉદયમાં હાય છે, જ્યારે બીજા સમયે તેની બાધક પ્રકૃતિના ઉદય પણ નકારી શકાતા નથી. આત્માના પ્રદેશ પર જ્યારે ચારિત્રાદય અને ચારિત્ર મેહનીના ઉદય પરસ્પર રણમેદાને ચડ્યા હોય ત્યારે સ્વાભાવિક છે કે એકની અલ્પાંશે પણ જીત અને બીજાની પીછે હઠ થાય છે. આ પ્રમાણે નાના દય અને જ્ઞાનાવરણીયાદય આદિ કર્માંની સાધક બાધક પ્રકૃતિએ જાણી લેવી. આ પરિસ્થિતિને ખ્યાલમાં રાખ્યા પછી સયમના ઉપકરણે। અને બાહ્યાનુષ્ઠાના સૌ મુનિએના એક સમાન હોવા છતાં પણ આન્તરિક અધ્યવસાયે કર્માંના કારણે કોઇના પણ સમાન હાઇ શકતા નથી, માટે જ શુદ્ધિ કે અશુદ્ધ એછી વતી હાય તે ખનવાજોગ છે. આનું જ નામ સયમસ્થાન છે. જે અસંખ્યાત છે, જેમ કે એક સાધકમાં સંયમની અશુદ્ધિ એક પૈસા જેટલી હાય, બીજામાં એ પૈસા જેટલી, ત્રીજામાં ત્રણ પૈસા જેટલી, જ્યારે કોઇકમાં જ્ઞાનાવરણીયાદિ કર્માંના તીવ્રોદયે ૯૯ પૈસા જેટલી પણુ અશુદ્ધિ હોઇ શકે છે. તે જ પ્રમાણે એકમાં સંયમની શુદ્ધિ એક પૈસા જેટલી, કોઇકમાં ૯૯ પૈસા જેટલી કે ૧૦૦ પૈસા જેટલી પણ હેાઇ શકે છે. આજે એક સાધકમાં ૯૯ પૈસા જેટલી અશુદ્ધિ હોય તે આવતી કાલે અશુદ્ધિના સ્થાને ૯૯ પૈસા જેટલી શુદ્ધિની સંભાવના છે. અને એક સમય એવા પણ આવે છે કે આજના ચાર ટાઇમ ખાનારે, પ્રમાદી-મૈાહી આળસુ આવતી કાલે નિન્હેં પણ બને અને કેવળજ્ઞાન મેળવીને સ્નાતક પણ બની શકે છે, જ્યારે બીજો સાધક અગ્યારમે ગુણસ્થાનકે ચડતા ચડી જાય છે. ચૌદ પૂર્વના જ્ઞાતા પણ બની શકે છે પરંતુ ચારિત્રમાહનીય કર્માંના કારણે એક એક પૈસા જેટલા નાચે પડતાં ઠેઠ પહેલા પગથિયે પણ પધરામણી કરી બેસે છે. આ બધાઆમાં સાધક અને બાધક પ્રકૃતિના ચમત્કાર સૌને પ્રત્યક્ષ
-