________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ જે દ્રવ્ય અને ભાવને આશ્રયી બે પ્રકારનું છે. તેમાં જ્ઞાનાદિ ભાવલિંગ છે, જે અરિહંતેને હોવાથી સ્વલિંગ છે.
દ્રવ્યલિંગ સ્વ અને પરના ભેદથી બે પ્રકારનું છે. તેમાં રજોહરણાદિનું દ્રવ્યથી સ્વલિગ જાણવું. જ્યારે પરલિંગના બે ભેદ છેઃ કુતીર્થિક લિંગ અને ગૃહસ્થલિંગ. પુલાક મુનિને ત્રણે પ્રકારનું દ્રવ્યલિંગ હોય છે, કેમકે ચારિત્રના પરિણામને દ્રવ્ય લિંગની અપેક્ષા નથી હોતી.
(૧૧) શરીરદ્વાર -પુલાક મુનિ ઔદારિક-કાર્પણ અને તેજસૂ શરીરમાં હોય છે. નિર્ગસ્થ અને સ્નાતક પણ આ પ્રમાણે જાણવા. બકુશ અને પ્રતિસેવના કુશીલ ત્રણ તથા આહારક શરીર છોડીને ચાર શરીરમાં પણ જાણવા. કષાય કુશીલ ત્રણ, ચાર અને પાંચ શરીરમાં પણ હોય છે.
(૧૨) ક્ષેત્રદ્વાર -પુલાક મુનિ જન્મ અને સદ્ભાવને અપેક્ષી કર્મભૂમિમાં હેય છે, અકર્મભૂમિમાં નથી હોતા. કેમકે જન્મ એટલે ઉત્પત્તિ અને સદૂભાવ એટલે ચારિત્ર કર્મ ભૂમિમાં જ હોય છે, અકર્મભૂમિ એટલે ભેગભૂમિમાં જન્મે. લાઓને ભાગ્યમાં ચારિત્ર હોતું નથી, તેવી રીતે પુલાક લબ્ધિસમ્પન્ન મુનિનું સંહરણ થતું નથી.
શેષ મુનિઓ જન્મ તથા સદ્દભાવની અપેક્ષાએ કર્મભૂમિ તથા અકર્મભૂમિમાં પણ યથાશક્ય હોઈ શકે છે.
(૧૩) કાળદ્વાર -પુલાક મુનિ ઉત્સર્પિણી, અવસર્પિણ તથા ઉત્સર્પિણી અને અવસર્પિણ આ ત્રણે કાળમાં હોય છે. ભરત તથા ઐરાવતમાં ઉત્સર્પિણી અને અવસર્પિણી કાળ છે, જ્યારે મહાવિદેહ ક્ષેત્ર અને હૈમવતાદિ ક્ષેત્રમાં ને અવસર્પિણી