________________
શતક ૨૫મું ઉદ્દેશક-૬ ગુપ્તિ મુખ્ય હોવાથી અષ્ટપ્રવચન માતાનું જ્ઞાન જરૂરી છે. ) કષાય કુશીલ અને નિગ્રંથ જઘન્યથી અષ્ટ પ્રવચન માતા સુધી તથા ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વ જ્ઞાતા જાણ. જ્યારે સ્નાતક અરિહંત પરમાત્મા શ્રત રહિત છે, કેમકે કેવળજ્ઞાનની વિદ્યમાનતામાં પહેલાના શાપથમિક જ્ઞાનની સમાપ્તિ થાય છે. એટલે કે તેમની આવશ્યકતા રહેતી નથી.
(૯) તીર્થ દ્વાર :-પુલાક–બકુશ અને પ્રતિસેવન કુશીલ મુનિઓ તીર્થની વિદ્યમાનતામાં જ હોય છે. જ્યારે કષાય કુશીલ મુનિ તીર્થમાં અને અતીર્થમાં પણ હોય છે. અહિં અતીર્થના બે અર્થ જાણવા.
(૧) કષાય કુશીલ તીર્થકર છવસ્થ અવસ્થામાં રહે ત્યારે તે અપેક્ષાથી અતીર્થ.
(૨) તીર્થના વિચ્છેદ થયા પછી અન્ય ચારિત્રવાન જે કષાય કુશીલ હોય. આ પ્રમાણે નિર્ગસ્થ અને સ્નાતકને પણ જાણવા. જેમ મરૂદેવી માતા અતીર્થ સ્નાતક હતાં. રાષભદેવની તીર્થ સ્થાપના પહેલા અતીર્થ કાળ હતું અને મરૂદેવી માતાએ કેવળજ્ઞાન મેળવ્યું છે. જ્યારે જબુસ્વામી તીર્થકાળમાં કેવળજ્ઞાની બન્યા છે. કેમકે તેમના કેવળજ્ઞાનના સમયે ભગવાન મહાવીરસ્વામીનું શાસન હતું, આજે પણ છે અને પાંચમા આરાના અંત સુધી રહેશે.
(૧૦) લિંગદ્વાર :-પુલાકથી લઈ સ્નાતક સુધીના મુનિઓ, કલિંગથી, સ્વલિંગ, અન્ય લિંગ કે ગૃહસ્થ લિંગમાં પણ હોય છે તથા ભાવલિંગની અપેક્ષાએ સ્વલિંગમાં જ હોય છે. ગૃહસ્થ કે અન્ય લિંગે નથી હોતા. અહિં લિંગ એટલે વેષ જાણવું.