________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ કષાય કુશીલ મુનિ યથાખ્યાત ચારિત્રમાં હોતા નથી માટે પહેલાના ચાર ચારિત્રના તેઓ માલિક હોય છે, નિગ્રંથ અને સ્નાતક મુનિઓને યથાખ્યાત ચારિત્ર જ હોય છે.
(૬) પ્રતિસેવના દ્વાર – સંજ્વલન કષાયના ઉદયથી સંયમની વિરાધના કરનારને પ્રતિસેવક કહેવાય છે. પુલાક મુનિ પ્રતિસેવક હોય છે અને મૂળ ગુણ ઉત્તર ગુણની વિરાધના કરે છે. મૂળ ગુણમાં એકાદ આશ્રવને તથા ઉત્તરગુણ-દશવિધ પ્રત્યાખ્યાનમાંથી એકાદને વિરાધક જાણે પ્રતિસેવન કુશીલને ઉપર પ્રમાણે જાણ બકુશમુનિ ઉત્તરગુણને વિરાધક હોય છે, જ્યારે કષાયકુશીલ, નિર્ગથ અને સ્નાતક મુનિઓ વિરાધક નથી પણ આરાધક હોય છે.
(૭) જ્ઞાનદ્વાર -પુલાક-બકુશ અને પ્રતિસેવન કુશીલ બે કે ત્રણ જ્ઞાનના માલિક હોય છે. બે હોય તે મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન. ત્રણ જ્ઞાનમાં અવધિજ્ઞાન વધારે જાણવું. કષાય કુશીલ મુનિને, મતિજ્ઞાન, શ્રતજ્ઞાન. મતિ શ્રત અને અવધિજ્ઞાન, મતિ શ્રત અને મન:પર્યવ તથા ચાર જ્ઞાન હોય તે મતિ, શ્રત, અવધિ, મન:પર્યવ જાણવા. નિગ્રંથને પણ ઉપર પ્રમાણે જાણવા. જ્યારે સ્નાતકને આદિના ચાર જ્ઞાન હોતા નથી પણ કેવળજ્ઞાન એક જ હોય છે.
(૮ શ્રદ્વાર - પુલોકમુનિ જઘન્યથી નવમ પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધી ભણે છે. અને ઉત્કૃષ્ટથી નવપૂર્વ સંપૂર્ણ
બકુશ જઘન્યથી અષ્ટપ્રવચન માતા સુધી અને ઉત્કૃષ્ટથી દશપૂર્વ સુધીનો અભ્યાસ કરે છે. પ્રતિસેવના કુશીલ પણ આ પ્રમાણે જાણ. (ચારિત્રના પાલનમાં પાંચ સમિતિ, ત્રણ