________________
શતક ૨૫મું : ઉદ્દેશક
૮૫ પ્રકૃતિએને વિશ્વાસ કરવા લાયક નથી, જ્યારે ક્ષપક શ્રેણિમાં સ્થિત મુનિને રાગને ભય મુદ્દલ રહેતું નથી. ૧૧-૧૨ મે ગુણઠ્ઠાણે રહેલા મુનિઓ યદ્યપિ વીતરાગ છે, તે પણ તેમનામાં છઘસ્થપણું રહેલું હોવાથી તે છવસ્થ વીતરાગ કહેવાય છે : તથા કર્મોની કુટિલતાના કારણે અગ્યારમા ગુણઠ્ઠાણાના માલિકનું પ્રસ્થાન પણ કદાચ સંસાર તરફ થઈ શકે છે. જ્યારે બારમા ગુણઠ્ઠાણના માલિકનું પ્રસ્થાન કેવળજ્ઞાન તરફ હોય છે.
(૪) ક૫દ્વાર :-કલ્પસૂત્રમાં આવતા આચેલક્યાદિ દશ જાતના કપ(આચાર)માં પ્રથમ અને ચરમ તીર્થકરના મુનિઓને કલપની મર્યાદા નિશ્ચિત હોવાથી તે કલપસ્થિત કહેવાય છે. મધ્યના બાવીશ તીર્થકરના મુનિઓ કદાચ કપમાં હોય, કદાચ ન પણ હોય. આમાં પણ પુલાક મુનિઓ હોય છે. યાવત્ સ્નાતકે પણ હોય છે.
પુલાક મુનિ સ્થવિર કલ્પી છે.
બકુશ અને પ્રતિસેવન કુશીલ છત કલ્પી અને સ્થવિર કલ્પી છે, પણ કપાતીત નથી.
કષાય કુશીલ મુનિ, છત કલ્પ-સ્થવિર કલ્પી અને કલ્પાતીત પણ જાણવા. કેમકે છઘસ્થ તીર્થકર સકષાયી હોવા છતાં કપાતીત પણ છે.
નિર્ગથ અને સ્નાતકે કલ્પાતીત હોય છે.
(૫) ચારિત્રદ્વાર -પુલાક, બકુશ અને પ્રતિસેવના કુશીલ મુનિઓ કેવળ સામાયિક અને છેદો પસ્થાપનીય ચારિત્રમાં હોય છે. પણ પરિવાર વિશુદ્ધ, સૂક્ષ્મ સંપરાય કે યથાખ્યાત ચારિત્ર તેમના ભાગ્યમાં હેતું નથી.