________________
T
શતક ૨૫મું : ઉદ્દેશક-૬ નિગ્રંથ મુનિ
જે સાધક મહનીય કર્મથી રહિત હય, કર્મોની દ્રષ્ટિ એ જેમણે લગભગ શિથિલ કરી દીધી છે, કર્મપિંજરમાંથી છુટવાની ચરમ સીમા જેમણે પ્રાપ્ત કરી છે. અથવા બાહા અને આત્યંતર પરિગ્રહની ગ્રથિઓને જેમણે તેડી નાખી છે તે નિગ્રંથ મુનિ કહેવાય છે, જેમના પાંચ ભેદ છે. - પ્રથમ સમયવતી, અપ્રથમ સમયવતી, ચરમ સમયવતી, અચરમ સમયવર્તી અને યથાસૂક્ષ્મ નિર્ચથ.
ઉપશાંત મેહ નામના ૧૧ મે ગુણસ્થાનકે તથા ક્ષીણમેહ નામે ૧૨ મે ગુણસ્થાનકે વર્તમાન મુનિ નિન્થ બને છે. તેમાં ૧૧ મે ગુણસ્થાને કષાને ઉપશમ થતું હોવાથી તે મુનિ નિગ્રન્થ છે. કષાયને ઉપશાંત કરવાને વિધિ તથા કમ આ પ્રમાણે છે. સાધક સૌથી પહેલા અનંતાનુબંધી ક્રોધ, માન, માયા અને લેભને ઉપશાંત કરે, ત્યાર પછી કમશઃ ત્રણ મિથ્યાત્વ પ્રકૃતિ, નપુંસક વેદ, સ્ત્રી વેદ, હાસ્યાદિષક, પુરુષ વેદ, અપ્રત્યાખ્યાનો, તથા પ્રત્યાખ્યાની ક્રોધ, સંજવલન ક્રોધ, અપ્રત્યાખ્યાન તથા પ્રત્યાખ્યાન માયા, સંજવલન માયા, અપ્રત્યાખ્યાન પ્રત્યાખ્યાન લેભ છેવટે સંજવલન લેભ. આ અનુક્રમે મેહ કર્મને સંપૂર્ણ ઉપશમ કરવામાં આવે છે. ત્યારપછી ચરમ શરીરી હોય તે આગળ વધીને ૧૨મા ગુણસ્થાનકે મોહકર્મને સમૂળ નાશ થયા પછી આ સ્થાનકના અંતિમ સમયે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાયકર્મોને સર્વથા ક્ષય થવાના સમયે તેરમું ગુણસ્થાનક પ્રાપ્ત થાય છે જે કેવળીનું છે.
૧૧-૧૨ મા ગુણસ્થાનકે રહેતા સાધકો વીતરાગ ખરા