________________
૮૦
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ
કુશીલ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે [૧] જ્ઞાન પ્રતિસેવના કુશીલ, [૨] દશન પ્રતિસેવના કુશીલ, [૩] ચારિત્ર પ્રતિસેવના કુશીલ, [૪] લિંગ પ્રતિસેવના કુશીલ, [૫] યથાસૂક્ષ્મ પ્રતિ સેવના કુશીલ.
(૧) જેએ પ્રમાદી મેાહી અને સંસાર તથા સંસારીએની ખટપટમાં પડીને નવું ભણવાનુ` છેડી દે છે અને જીનુ સંભારે નહી, પોતાના સ્વાર્થ કે અહુ' પોષણ માટે તથા જીવિકાની લાલસાએ મેળવેલા સમ્યજ્ઞાનને વાક્છટા દ્વારા દૂષિત કરે તે પ્રતિસેવના કુશીલ.
(૨) સમ્યગ્દર્શનની શુદ્ધિ પ્રત્યે બેદરકાર રહીને આત્માને મલિન કરવામાં પ્રયત્નશીલ રહે તે દશન પ્રતિસેવના કુશીલ જાણવા.
(૩) જેનાથી ચારિત્રની આરાધના શિથિલ અને તે ચારિત્ર પ્રતિસેવના કુશીલ જાણવા.
(૪) જૈનત્વ સાધક મુનિ લિંગથી અતિરિક્ત લિંગા પ્રત્યે રાગ રાખવા તે લિંગ પ્રતિસેવના કુશીલ છે.
(૫) બીજાઓ દ્વારા કરાતી પેાતાની પ્રશંસાને સાંભળવામાં અથવા પેાતાની પ્રશંસા થાય તે પ્રમાણે ઉદ્ભીર્ણી કરવી તે યથા સૂક્ષ્મ પ્રતિસેવના કુશીલ છે.
કષાય કુશીલ પણ ઉપર પ્રમાણે જ પાંચ ભેદે સપન્ન છે. કેવળ વિશેષતા એટલી જ કે, જે સાધક પેાતાને પ્રાપ્ત થયેલા જ્ઞાન-દન તથા લિંગ(વેષ)ના કષાય પ્રવૃતિમાં ઉપયાગ કરે તે દર્શન-જ્ઞાન અને લિંગ કષાય જાણવા. તથા કષાયાધીન થઇને ખીજાઓને શાપ આપે તે ચારિત્ર કષાય કુશીલ છે. તથા માનસિક જીવનમાં કષાયેાની વૃતિ તથા પ્રવૃતિને મર્યાદિત ન કરવી તે યથાસૂક્ષ્મ કષાય કુશિલ કહેવાય છે.