________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ પણ છઘસ્થ વીતરાગ કહેવાય છે, જે અન્તર્મુહૂર્ત કાળ પ્રમાણ છે. તેના પ્રથમ સમયમાં વર્તમાન હોય તે પ્રથમ સમય નિર્ચન્થ કહેવાય છે. બાકીના સમયમાં વર્તમાન હોય તે અપ્રથમ સમય નિન્ય છે, તેવી રીતે ઉપશાંત અને ક્ષીણમેહના ચરમ સમયમાં વર્તમાન હોય તે ચરમસમય નિન્ય, બાકીના સમયમાં વર્તમાન હોય તે અચરમ નિગ્રંથ છે અને સમયની વિવક્ષા વિનાને યથાસૂમ નિર્ચન્થ જાણ.
સ્નાતક મુનિ
જે પુણ્યશાલિઓએ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હોય તે નાતક છે, તેમના પાંચ ભેદ છે. (૧) અચ્છવી-જે કાયયેગ રહિત હેય. (૨) અશબલ-દોષ રહિત વિશુદ્ધ ચારિત્રવાન હોય. (૩) અકમશ-ઘાતકર્મ રહિત હોય. (૪) સંશુદ્ધ-કેવળી હોય. (૫) અપરિસાવી-કર્મબંધન તૂટી ગયા હોય.
લગભગ સૌને અર્થ એક જ છે. માટે શક–પુરંદર શબ્દની જેમ કેવળ શબ્દ નથી કરેલા ભેદ જાણવા.
(૨) વેદ દ્વાર :-પુલાક મુનિએ શું સવેદક હોય છે? કે અવેદક હોય છે? જવાબમાં કહેવાયું કે પુલાક મુનિઓ સવેદક જ હોય છે, વેદ કર્મના ઉદય વિનાના હોતા નથી. આ પ્રમાણે બકુશ મુનિ અને પ્રતિસેવના કુશીલ મુનિઓને માટે પણ જાણવું. કેમકે આ ત્રણે મુનિઓ ઉપશમ શ્રેણી