________________
७८
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ (૪) લિંગ પુલાક એટલે કારણ વિના પણ અન્ય લિંગ (વેષ)ને ધારણ કરે છે.
(૫) યથા સૂક્ષ્મ પુલાકા-ધીમે ધીમે મનથી અકલ્પિત અર્થાત જેનું સેવન ચારિત્રને માટે અગ્ય છે, તેના પ્રત્યે આકર્ષાઈને ગુપ્ત રીતે તેનું સેવન કરે છે.
બકુશ નિર્ચન્ય
અશુદ્ધ અને અશુભ અધ્યવસાયના કારણે પોતાના ચારિત્રને જે ચિત્ર વિચિત્ર કરે છે, તે બકુશ કહેવાય છે. જે ઉપકરણ બકુશ અને શરીર બકુશ ભેદે બે પ્રકારના છે.
(૧) નવા પાપોને રોકવા માટે અને નિર્જરા તત્વેની આરાધના માટે જે ઉપકરણે સ્વીકાર્યા હતાં, ચારિત્ર મેહનીય કર્મના ઉદયે સાધક પિતાના સંયમની શુદ્ધિને ખ્યાલ ન રાખતાં તે ઉપકરણેને જ સુંદર ઉજળા અને ઝગમગતા રાખવામાં તન્મય બને છે તે ઉપકરણ બકુશ છે.
(૨) શરીરને તથા હાથ, પગ, મુખ, નખ આદિ અવયવેને સાફસુફ રાખવાની કાળજીવાળો શરીર બકુશ કહેવાય છે.
યદ્યપિ આત્મકલ્યાણની ઉત્કટ ભાવના છે, મોક્ષનું રટણ છે, સીમંધરસ્વામીનું ધ્યાન છે તેમ છતાં પણ સાધકની જ્ઞાનેપાસના કમજોર હોવાથી ચારિત્ર મેહનીયને ઉપશમિત કરવા પ્રત્યે પ્રયત્ન કરી શકાયો નથી. આ કારણે જ બકુશમુનિના પણ પાંચ ભેદ પડે છે.
[૧ આગ બકુશ -આ ભેદમાં રહેલે સાધક મુનિ સમજે છે કે “૩ાત્રિાયતે સંયમ ન સ ૩૫રળ” આ પરિ