________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ક્યો ? જ્યારે સાધક ગુરુકુળવાસી હોય, તપસ્વી હોય, વાધ્યાયી હોય અને ગુરુદેવની આંખો સામે જ રહેનારો હેય ત્યારે તે મંડળીની અસર ઉપર પ્રમાણે નથી થતી અને સાધક બીજના ચંદ્રની જેમ પોતાની જ્ઞાનશક્તિ વડે ચારિત્રની શુદ્ધ આરાધનામાં આગળ ને આગળ વધતું જાય છે. આ કારણે જ મુનિ ધર્મના સાધકના પાંચ ભેદ આરાધના અને વિરાધનાની અપેક્ષાએ પાડ્યા છે.
આ પ્રસ્તુત પ્રશ્નમાં પાંચ પ્રકારના મુનિઓની ૩૬ પ્રકારે વિચારણા ખૂબ જ વિસ્તારથી કરવામાં આવી છે. તે આ પ્રમાણે (૧) પ્રજ્ઞાપના દ્વાર, (૨) વેદદ્વાર, (૩) રાગ, (૪) કલ૫, (૫) ચારિત્ર, (૬) પ્રતિસેવના, (૭) જ્ઞાનદ્વાર, (૮) તીર્થદ્વાર, (૯) લિંગદ્વાર, (૧૦) શરીરદ્વાર, (૧૧) ક્ષેત્રદ્વાર, (૧૨) કાળદ્વાર, (૧૩) ગતિદ્વાર, (૧૪) સંયમદ્વાર. (૧૫) સંનિકર્ષ દ્વાર, (૧૬)
ગદ્વાર, (૧૭) ઉપગ, (૧૮) કષાય, (૧૯) લેશ્યા, (૨૦) પરિણામ, (૨૧) બંધ, (૨૨) વેદકર્મનું વેદન, (૨૩) ઉદીરણા, (૨૪) ઉપસંપદા, (૨૫) સંજ્ઞા, (૨૬) આહાર, (૨૭) ભવ, (૨૮) આકર્ષક, (૨૯) કાળમાન, (૩૦) અંતર, (૩૧) સમુદ્રઘાત, (૩૨) ક્ષેત્રદ્વાર, (૩૩) સ્પર્શનાદ્વાર, (૩૪) ભારદ્વાર, (૩૫) પરિમાણુદ્વાર અને (૩૬) અલ્પબહુવૈદ્ધાર
ઉપર પ્રમાણેના છત્રીસ દ્વારે વડે પાંચ પ્રકારના નિરોને નિર્ણય કરવાનું છે. જે ખાસ જાણવા લાયક હોવાથી સૂત્ર અને ટીકાના આધારે તેને વિચારીશું.
(૧) પ્રજ્ઞાપના દ્વાર અને તેમની વક્તવ્યતા:-હે પ્રભો! પુલાક મુનિના કેટલા ભેદ છે?
જવાબમાં ભગવતે ફરમાવ્યું કે હે ગૌતમ! તેમને