________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૬
૭૫ મુનિરાજે એક સમાન હોવા છતાં પ્રમાદવશ વિચિત્ર અને વિવિધ પ્રકારની ખલનાના કારણે જ ચારિત્ર પાલનમાં ફરક પડી જાય છે. મુસાફરી કરતાં આપણે સૌ જાણીએ છીએ કે બધાઓની ચાલ એક સમાન હોતી નથી. કેટલીકવાર દુબળાપાતળા માણસ પાછળ રહી જાય છે અને જાડીયારામે ચાલ વામાં સારી સ્કૂર્તિવાળા હોય છે. જ્યારે ક્યાંક તેનાથી વિપરીત દેખાય છે, મોજીલા માનની ચાલ જેવા જેવી હોય છે. આ પ્રમાણે ચારિત્ર મેહનીય કર્મને ઉદયકાળ પણ વિચિત્ર હોવાથી ઘણાઓની ખેલના પ્રત્યક્ષ દેખાય છે. બીજાઓની હજાર પ્રયત્ન કર્યો પણ નથી દેખાતી. કેટલાક ઉત્તર ગુણના પાકા હિમાયતી પણ મૂળગુણના પાક વિરાધક, જ્યારે બીજાઓ મૂળગુણની શ્રદ્ધાવાળા પણ ઉત્તરગુણના પાલનમાં આંખ મિંચામણ કરનારા, કેઈક બહારના વ્યવહાર પૂરતા પાકા અને નિશ્ચયનયે જ્ઞાનથી ઢીલા તથા ચારિત્ર અને દર્શનથી પણ ઢીલા હોય છે. ઇત્યાદિ પ્રસંગમાં ચારિત્ર મેહનીય નામે છદ્મવેષી નટરાજને જ પ્રત્યક્ષ ચમત્કાર સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, જ્યારે નટરાજનું નાટક સાધકના ખાનગી જીવનમાં ખેલાય છે, ત્યારે એક બાજુ જ્ઞાનાવરણીય, બીજી બાજુ દર્શનાવરણીય, ત્રીજી બાજુ અશાતાવેદનીય, ચોથી તરફ વીતરાય અને પાંચમી તરફ તે નટરજના ચેલાચાપટ જેવા પુરુષવેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, હાસ્ય રતિ, ભય, શેક, આદિ પણ બેફામ રીતે નાટકમાં ભાગ લઈને સાધકને ક્યાંય પણ રહેવા દેતું નથી. આ નાટક મંડળી ભાવસંયમ, ભાવલિંગ, ભાવસાધુતાના કટ્ટર વરી હોય છે. આવી સ્થિતિમાં સાધક પાસે વૈરાગ્ય-રાજાને એકેય સૈનિક ન હોય તે તે સંયમધારીની કઈ દશા થશે? કેવા બેહાલ થશે? અને ભયંકરમાં ભયંકર પાપકર્મોની ઉપાર્જન તથા અસતાવેદનીય કર્મના ખજાના ભર્યા વિના બીજો માર્ગ