________________
७४
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ સંપૂર્ણ તાકાત લગાડીને ચારિત્રધારીને એકાગ્ર થવા દેતે નથી, સ્થિરતા લાવવા દેતું નથી અને પોતાના લંગોટિયા મિત્ર જેવા જ્ઞાનાવરણીય(મતિ જ્ઞાનાવરણીય)ને સાથે મેળવીને ચારિત્રધારીને સારી રીતે ચલાયમાન કરી દે છે. આ પ્રમાણે આત્મામાં ચારિત્રદય અને ચારિત્ર મેહનીય કર્મના ધિંગાણું જોરદાર ચાલે છે અને આત્માના આ રણમેદાનમાં કેઈક સમયે ચારિત્રદય જીતે છે ત્યારે સાધક તપસ્વી, મૌની તથા જિતેન્દ્રિય બને છે. પણ બીજી ક્ષણે ચારિત્ર મેહનીય હુમલે જોરદાર થતાં તે તપસ્વી પારણના મેહમાં, મૌન તોડવામાં અને ઇન્દ્રિયને પિષવાના ખ્યાલમાં ફસાઈ જતે તે મેટામાં મોટી ભૂલ ખાઈ જાય છે.
આ બધી બાબતેને ખ્યાલ રાખીને જ કેવળજ્ઞાની પરમાત્માએ મુનિરાજેના પાંચ ભેદ પાડ્યા છે. કેમકે “મામેકં શરણ ત્રા” આ સિદ્ધાન્ત જૈન શાસનને સ્વીકાર્ય નથી, કારણ કે આત્મા પિતાની મેળે જ કર્મોથી બંધાય છે અને પોતાની મેળે જ મુક્ત થાય છે. બીજા કેઈની પણ શક્તિ, ચક્રવતીનું સૈન્ય કે ઈન્દ્ર મહારાજની એકેય મંત્રશક્તિ પણ રતિમાત્ર કામે લાગતી નથી, પરન્તુ સાધક પાતે મા ખમણ કે નવકારશીને પ્રત્યાખ્યાનમાં, ગુરુવૈયાવચ્ચમાં, કે સ્વાધ્યાયમાં ચારિત્રેાદયી બનશે તે ચોક્કસ કલ્યાણને માર્ગ પામશે, અન્યથા આન્તર જીવનમાં ચારિત્ર મેહનીય કર્મ ગીલ્લી દડાની રમત રમતે હશે તે સાધકને પતનાભિમુખી બન્યા વિના બીજે માર્ગ નથી. ચારિત્રમેહની નાટકલીલા ?
સમ્યજ્ઞાનની શિક્ષા ગ્રહણ કરી શિક્ષિત થયા પછી કેવળજ્ઞાનના માલિક બનવાની ભાવનાથી દીક્ષિત થનારા બધાય