________________
શતક ૨૫ : ઉદેશે-૬
નિગ્રંથ કોણ? અને કેટલા પ્રકારે ?
હે પ્રભ! જૈન શાસનમાં નિચેના ભેદો કેટલા છે?
જવાબમાં ભગવંતે ફરમાવ્યું કે હે ગૌતમ! [૧] પુલાક, [૨] બકુશ, [3] કુશીલ, [૪] નિર્ગથ અને [૫] સ્નાતકના ભેદે મારા મુનિઓ પાંચ પ્રકારના કહેવામાં આવ્યા છે. ચારિત્ર મેહનીય કર્મની ભયાનક્તા
અનાદિકાળથી પ્રવાહ રૂપે ૭૦ કડાકડી સાગરોપમની સ્થિતિવાળું મેહકમ –મદિરાના પાન જેવું હવાથી આત્માના અસ્તિત્વનું તથા શુદ્ધિકરણનું સમ્યગજ્ઞાન થવા દેતું નથી. તેના બે ભેદ છે. (૧) મિથ્યાત્વ મેહકર્મ, (૨) ચારિત્ર મેહકર્મ. આમાંથી પહેલા કર્મના કારણે પિતાના આત્માના અસ્તિત્વનું જ ભાન થતું નથી અને જ્યાં સુધી કોઈને પણ પોતાના અસ્તિત્વનું જ ભાન ન થાય ત્યાં સુધી “આંધળી દળે અને કૂતરું ચાટી જાય” તેવી સ્થિતિ તે જીવાત્માની થાય છે. સમ્યગદર્શન નહી થવા દેવામાં અનંતાનુબંધી ચારે કષાયે અને મિથ્યાત્વની ત્રણે પ્રકૃતિએ મૂળ કારણ છે. સંસારની રખડપટ્ટી કરતા જ્યારે ત્યારે આત્મામાં અનિવૃત પુરુષાર્થ બળની પ્રાપ્તિ થાય છે ત્યારે સાતે કર્મ પ્રકૃતિઓના વાદળા ખસવા માંડે છે અને જ્યારે ખસી જાય ત્યારે જીવાત્માને સર્વથા અદ્વિતીય ભૂખ્યા માણસને ઘેવરની, તરસ્યા માણસને ઠંડા પાણીની, નગ્ન માણસને ગરમ કપડાની ઉપમાને ધારણ કરતું સમ્યગદર્શન પ્રાપ્ત થાય છે. સાથે સાથ મારે આત્મા છે, અનંતશક્તિને માલિક છે, પરમાત્મા છે,