________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૫
૭૧ આપણુ જીવાત્માએ આ પ્રમાણેના કેટલાક પુદ્ગલ પરાવર્તને ભૂતકાળમાં પૂર્ણ કર્યા છે. એટલે કે ન ગણાય તેટલા પુદ્ગલ પરાવર્તનેના લાંબા કાળ સુધી આપણે રખડપટ્ટી કરી ચૂકયાં છીએ. પરંતુ જૈન શાસનને પામી શક્યા નથી અને પામ્યા હોઈશું તે આરાધી શક્યા નથી તથા હજી પણ એટલે કે આ વર્તમાન મનુષ્યભવમાં જે જૈનશાસનને ઓળખી શક્યા નથી તે ભવિષ્યકાળમાં ક્યાં સુધી રખડીશું તે ભગવાન જાણે કેમકે સ્થાવર નિમાંથી ત્રસનીને પ્રાપ્ત કર્યા પછી તેની મર્યાદા (૨૦૦૦) બે હજાર સાગરોપમની છે. આ કાળ દરમ્યાન યદિ આ જીવ મુક્ત ન બન્યું તે ફરીથી સ્થાવર યોનિને મેળવ્યા વિના છૂટકો નથી. ત્યાં કેટલાય કાળચક્ર પૂર્ણ થયે પણ બહાર નીકળવાનું શક્ય નથી.
બહુવચનને આશ્રય કરીને બધીય આવલિકાઓમાં કઈક સમયે અસંખ્યાત સમય અને કેઈક સમયે અનંત સમયની ભજન જાણવી. નિગદ કેટલા પ્રકારે છે?
હે પ્રભ! નિગોદના કેટલા પ્રકારે કહ્યાં છે?
જવાબમાં ભગવંતે કહ્યું કે હે ગૌતમ! નિગેદ અને નિગદ જી રૂપે નિગોદના બે પ્રકાર છે તે સૂક્ષમ અને બાદર પણ હોય છે. પહેલા ભાગમાં તેનું વર્ણન કરાઈ ગયું છે. તથા સૂત્રકારે પોતે જીવાભિગમની પ્રથમ પ્રતિપતિના બીજા ઉદ્દેશાથી જાણવાની ભલામણ કરી છે. આ પ્રમાણે ભાવેનું વર્ણન પણ પહેલા અને બીજા ભાગથી જાણવું.
ધ શતક પચીસમાને ઉદ્દેશો ૫ મો સમાપ્ત .