________________
શતક ૨૫મું : ઉદ્દેશક-૫ હે પ્રભે! આવલિકામાં સમયની મર્યાદા કેટલી કહી છે?
જવાબમાં ભગવતે કહ્યું કે હે ગૌતમ! એક આવલિકામાં અસંખ્યાત સમય જાણ, નહી કે અસંખ્યાત કે અનંત સમય, તથા ૪૪૪૬૬૬ આવલિકાવાળે એક શ્વાસોશ્વાસમાં પણ સમયેની સંખ્યા અસંખ્યાતની જાણવી. સાત પ્રાણના સ્તકમાં પણ અસંખ્યાત સમય તથા લવ, મુહૂર્ત, અહેરાત્ર, પક્ષ માસ, ઋતુ, અયન, વર્ષ, યુગ, સે હજાર લાખ વર્ષ તથા પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ ઉત્પલ, પધ્રાંગ, પા, નલિનાંગ, નલિન, અચ્છ નિપૂરાંગ, અચ્છ નિપૂર, અપૂતાંગ, અપૂત, યુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષ પ્રહેલિકાંગ, શીર્ષ પ્રહેલિકા, જે ઉત્તરોત્તર વધારે છે. પૂર્વ સુધીનું કોષ્ટક પહેલા અને બીજા ભાગથી જાણવું. આગળનું કેષ્ટક નીચે પ્રમાણે.
૮૪ લાખ વર્ષ પ્રમાણને=૧ પૂર્વાગ જાણવે. આગળ પણ આ પ્રમાણે જ
૮૪ લાખ પૂર્વાગ પ્રમાણને પૂર્વ (વર્ષ સંખ્યા ૭૦,૫૬,૦૦૦૦૦૦૦૦૦૦, આટલી સંખ્યા પ્રમાણને ૧ પૂર્વ થાય છે). રાષભદેવ ભગવંતને આવા ૮૪ લાખ પૂર્વનું આયુષ્ય હતું. ૮૪ લાખ પૂર્વ= ત્રુટિતાંગ, ૮૪ લાખ ત્રુટિતાંગ=૧ ત્રુટિત. ૮૪ લાખ ત્રુટિ=૧ અટટાંગ, ૮૪ લાખ અટાંગ=1 અટટ. ૮૪ લાખ અટટ=૧ અવવાંગ, ૮૪ લાખ અવવાંગ=૧ અવવ. ૮૪ લાખ અવવ=હૂહૂકાંગ, ૮૪ લાખ હૂહૂકાંગ=૧ હૂહૂક