________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ આગળ આગળ બમણું(ડબલ) કરતાં સાતમી નરકના નારકની અવગાહના જઘન્યથી અંગુલને અસંખ્યાતમો ભાગ છે અને ઉત્કૃષ્ટથી પાંચસે ધનુષ્યની કહી છે. આવી સ્થિતિમાં એક નારક બીજા નારકથી શરીરમાં હીન હોય તે અસંખ્યાતમાં ભાગે કે સંખ્યાતમા ભાગે હીન હોય, અસંખ્યાત ગુણ હીન હોય કે સંખ્યાત ગુણ હીન હોય. અને કદાચ અધિક હેય તે અસંખ્યાતમે, સંખ્યાતમે ભાગે અસંખ્યાત ગુણે કે સંખ્યાત ગુણે અધિક હોય છે. ઉદાહરણ તરીકે એક નારકની ઉંચાઈ બરાબર પાંચસે ધનુષ્યની છે, જ્યારે બીજાની અંગુલના અસંખ્યાતમા ભાગ હીન પાંચસે ધનુષ્યની છે. અંગુલને અસંખ્યાત ભાગ પાંચસે ધનુષ્યના અસંખ્યાતમાં ભાગ પ્રમાણે છે. તેથી એક નારક બીજા નારકથી અસંખ્યાત ભાગ હીન થયે અને બીજો અસંખ્યાત ભાગ અધિક થયે. પાંચ ધનુષ્યની ઉંચાઈવાળા નારકથી બીજે નારક બે, ત્રણ, ચાર, પાંચ ધનુષ્યની ઓછી ઉંચાઈવાળો હોય છે ત્યારે તે નારક બીજાથી સંખ્યાત ભાગ હીન અને બીજો સંખ્યાતમે ભાગ અધિક થશે. એક નારક ૧૨૫ ધનુષ્યની ઉંચાઈવાળે છે અને બીજે પાંચસે ધનુષ્યવાળે છે, તે પહેલાથી બીજે ચાર ગુણે વધારે થયેલ હોવાથી સંખ્યાત ગુણ અધિક થયે અને પહેલો સંખ્યાત ગુણ હીન થયે. અપર્યાપ્ત અવસ્થામાં અંગુલના અસંખ્યાત ભાગની અવગાહનાવાળે નારક પાંચસે ધનુષ્યની અવગાહનાવાળા કરતાં અસંખ્યાત ગુણ હીન થયે અને બીજે અસંખ્યાત ગુણ અધિક છે. આ પદ્ધતિએ આયુષ્ય મર્યાદા, વર્ણાદિની મર્યાદા વગેરેમાં અનુમાન લગાવીને નિર્ણય કરે.