________________
શતક ૨૫ : ઉદેશ-૫
જીવ અને અજીવના પર્યાયે કેટલા છે?
હે પ્રભે! પર્યાની સંખ્યા કેટલી કહેવાય છે?
જવાબમાં ભગવતે કહ્યું કે, હે ગૌતમ! જીવ પર્યાય અને અજીવ પર્યાય રૂપે, પર્યાયે પર્ય, ગુણ, ધમેં બે પ્રકારના છે. જીવના જે ધર્મો છે તે જીવ પર્યાય છે, કેમકે પર્યવપર્યાય-ગુણ તથા ધર્મ એક જ અર્થને બતાવનારા છે. શેષ વિગત પ્રજ્ઞાપના સૂત્રનું પાંચમું પદ જેવા માટેની ભલામણ છે. ત્યાં આ પ્રમાણે કહેવાયું છે કે વનસ્પતિ તથા સિદ્ધના જી અનંત હોવાથી જીવ પર્યાયે અનંત છે અને શેષ બધીય જીવ રાશી અસંખ્યાત-અસંખ્યાત પ્રમાણમાં છે. નારક જીના પ્રશ્નમાં યદ્યપિ નારક અસંખ્યાતા જ છે, તે પણ તેના પર્યાયે અનંત છે. 1. પર્યાના સ્વામી નારક જ્યાં અસંખ્યાતા જ હોય તે તેના પર્યાયે અનંત શી રીતે થશે? જવાબમાં કહેવાયું કે દ્રવ્યાર્થ અને પ્રદેશાર્થરૂપે નારક જીવે તુલ્ય છે, કેમકે એક નારક બીજા નારક સાથે દ્રવ્યથી તુલ્ય છે અને પ્રદેશ સૌને અસંખ્યાત હોવાથી તે રૂપે પણ તુલ્ય છે. જ્યારે અવગાહના (શરીરની હીનાધિકતા)ની અપેક્ષાએ જ નારકના પર્યાયે નીચે પ્રમાણે લખ્યા અનંત રહેશે. જેમકે એક નારક બીજા નારકની અપેક્ષાએ કદાચ(સ્થાત્ )હીન હોય, કદાચ અધિક હોય અને કદાચ તુલ્ય હોય, રત્નપ્રભાના નારકના ભવધારણીય(સ્વાભાવિક) શરીરની અવગાહના જઘન્યથી અંગુલનાં અસંખ્યાતમા ભાગે છે અને ઉત્કૃષ્ટથી સાત ધનુષ્ય, ત્રણ હાથ અને છ અંગુલની છે. હવે