________________
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ દ્રવ્ય છ પ્રકારના છે: ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, જીવાસ્તિકાય, પગલાસ્તિકાય અને કાળ. આદિના ત્રણે દ્રવ્ય સંખ્યામાં એક એક હોવાથી તે કલેજ યુગ્મ છે. જીવાસ્તિકાયિકે અનંત હોવાથી કૃતયુગ્મ છે. જ્યારે પુદ્ગલાસ્તિકાયમાં સમયે સમયે સંઘાત અને ભેદ થવાના કારણે ચારે યુગ્મ છે. કાળદ્રવ્ય અનંત હોવાથી કૃતયુગ્મ છે. છ એ દ્રા પિતાના પ્રદેશોને લઈને કૃતયુગ્મ છે.
ધર્માસ્તિકાય, અધમસ્તિકાય અને આકાશાસ્તિકાયદ્રવ્યરૂપે એક સમાન હોવા છતાં છવદ્રવ્યની અપેક્ષાએ અલ્પ છે. આ ત્રણેથી જીવાસ્તિકાય અનંતગણું વધારે છે. તથા પુગલાસ્તિકાય અને કાળદ્રવ્ય ઉત્તરોત્તર અનંતગુણ વધારે છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય અસંખ્યાત પ્રદેશવાળ હોવાથી આકાશના અસંખ્યાત પ્રદેશમાં અવગાઢ છે. કાકાશ અસંખ્યાત પ્રદેશ છે. સાતે નરક ભૂમિએ પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ જાણવી. યાવત્ સિદ્ધશિલા પણ અસંખ્યાત પ્રદેશાવગાઢ છે. આ પદ્ધતિના પ્રશ્નો અને ઉત્તરે ચર્ચા છે. પરમાણુઓ માટે પણ ખૂબ જ વિસ્તારથી ચર્ચા છે, જે મૂળ સૂત્રથી અને ટીકાથી જાણી લેવી.
શતક પચીસમાન ઉદેશે ૪ સમાપ્ત છે