SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ શતક ૨૦ મું : ઉદ્દેશક-૧ આ શતકમાં નીચે પ્રમાણેના દશ ઉદ્દેશ છે. બેઈન્દ્રિય જીવોની વક્તવ્યતા, આકાશ, પ્રાણાતિપાતાદિ, ઇન્દ્રિયેના ઉપચયની વક્તવ્યતા, અનંત પ્રદેશી સ્કંધ રનપ્રભાદિમાં અંતરાલ, પ્રાગાદિબંધ, કર્મભૂમિ આદિની વક્તવ્યતા, વિદ્યાચારણાદિ, સેપક્રમ અને નિરૂપક્રમ આયુષ્ય માટેની વક્તવ્યતા, આ પ્રમાણે કમશઃ દશ ઉદ્દેશ છે. બેઇનિદ્રય જી પહેલા શું સાધારણ શરીર બાંધે છે ? સજગૃહી નગરીમાં સમવસરણસ્થ ભગવાન મહાવીરસ્વામીને વંદન નમન કરવા માટે પર્વદા આવી, ધર્મોપદેશ થયે. ત્યાર પછી ગૌતમસ્વામીજીએ પૂછયું કે, હે પ્રભો ! ચાર પાંચ કે છ આદિ બેઈન્દ્રિય જીવે ભેગા મળીને પહેલા સાધારણ શરીર બાંધે? પછી આહાર કરે? તેનું પરિણામ કરે ? ત્યારપછી વિશેષ શરીરનું બંધન કરી શકે છે? જવાબમાં પરમાત્માએ કહ્યું કે હે ગૌતમ! આ તારી વાત ઠીક નથી, કેમકે બેઈન્દ્રિય જીવે ભેગા મળીને આહાર કરતા નથી, પરંતુ જૂદા જૂદા રહીને એટલે કે એક એક રૂપમાં રહીને જ આહાર કરે છે, જુદા જુદા જ પરિણમન કરે છે, માટે તેઓ એક સાથે મળીને શરીરનું બંધન કરતા નથી પણ જાદા જૂદા પોતપોતાના શરીરને બાંધે છે. -
SR No.023153
Book TitleBhagwati Sutra Sara Sangraha Part 03
Original Sutra AuthorN/A
AuthorPurnanandvijay
PublisherJagjivandas Kasturchand Shah
Publication Year1975
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy