________________
૪૦૨
શ્રી ભગવતી સૂત્ર સાર સંગ્રહ ભા. ૩ : (૧૫) શરીર પ્રત્યાખ્યાન -માયા વશ બનીને સેવેલી શરીરની સુકમારતાને ત્યાગ કરે. . (૧૬) કષાય પ્રત્યાખ્યાન -કોધમાન-માયા અને તેમનાં કુસંસ્કારોનું પ્રત્યાખ્યાન કરવું.
(૧૭) સંગ પ્રત્યાખ્યાન -જીન કલ્પીપણું સ્વીકાર કર્યા પછી જ મંડળી વ્યવહાર છે .
(૧૮) ઉપધિ પ્રત્યાખ્યાન વધારે પડતી કે વધારી દીધેલી ઉપધિને ત્યાગ કરે.
(૧૯) વિરાગતા -રાગ-દ્વેષ ફરીથી ઉત્પન્ન ન થાય કે વિધવા ન પામે તેથી સંસાર સાથેની માયાને લાત મારી દેવી.
(૨૦) ભાવ સત્ય-સંસારને કોઇપણ પ્રકરણ, પદાર્થ, ખાનપાન અથવા ખોટા પિઝીશનના ખ્યાલામાં પિતાના અંતઃકરણને અશુદ્ધ ન થવા દેવું.
(૨૧) વેગ સત્ય -મન-વચન અને કાયાને કેઈકાલે પણ અને ખાસ કરીને વૈરી-વિરોધી માણસ સાથે રહેતા પણ વક થવા ન દેવી.
(૨૨) કરણ સત્ય –પિંડ વિશુદ્ધિ આદિ ઉત્તર ગુણોને શુદ્ધ રાખવા માટે પ્રયત્નશીલ રહેવું.
(૨૩) મનઃ સમાહરણતા -એટલે મનને ચંચળ થવા ન દેવું. ઉપચારથી વચનકાયને પણ.
(૨૪) ક્રોધ ત્યાગ :-ઉપચારથી કષાયને ત્યાગ. (૨૫) જ્ઞાન સમ્પન્નતા :-સમ્યગજ્ઞાનમાં આગળ વધવું.
(૨૬) દર્શન સમ્પન્નતા:-દર્શન અને ચારિત્રની શુદ્ધિ રાખવી.