________________
શતક ૧૭ મું: ઉદ્દેશક-૩
૪૦૧ (૪) આલેચના –વસિક કે રાત્રિક આદિ દોષનું ગુરૂ સમક્ષ સાચા હૃદયથી પ્રકાશન કરવું.
(૫) નિંદના –પિતાના દોષની નિંદા કરવી એટલે કે દોષોને દેષ જ જાણીને તેને નિંદવા.
(૬) ગીંણ –ગુરૂ પાસે આત્મદોષને પ્રકાશિત કરવા.
(૭) ક્ષમાપના :-આપણા વ્યવહારથી અસંતુષ્ટ માણસની ક્ષમા માંગવી.
(૮) શ્રુત સહાયતા :–આગમીય શ્રુતજ્ઞાનને પરમ મિત્ર માનીને તેને અભ્યાસ કરે અને વધાર.
(૯) વ્યુપશમના:- ક્રોધના નિમિત્ત મળવા છતાં પણ પિતાના જીવનમાં ક્રોધાદિને પ્રવેશ ન આપે.
(૧૦) ભાવે અપ્રતિબદ્ધતા:-હાસ્ય, રતિ, અરતિ, ભય, શેક, જુગુપ્સા અને વેદાદિના સેવનમાં કે તેની સ્મૃતિમાં પણ માનસિક આગ્રહને ત્યાગ.
(૧૧) વિનિવર્તના:-અસંયમ માટેના ૨૦ પ્રકારના અસમાધિ સ્થાનેથી હમેશાં બચતા રહેવું.
(૧૨) વિવિક્ત શયનાદિ –એટલે કે પશુ-પક્ષી અને નપુંસક આદિના પતન સ્થાનેથી અતિરિક્ત એકાંત વસતિમાં રહેવું.
૧૩) શ્રોત્રેન્દ્રિય સંવર –ઉપચારથી પાંચ ઇન્દ્રિયને સંવર કરે. એટલે દુરાચારના રસ્તે જતી અટકાવવી.
(૧૪) યુગ પ્રત્યાખ્યાન -કષાય વશ, મન-વચન અને કાયાથી કરેલા, કરાવેલા કે અનુદેલા પાપમાર્ગોને અનુરોધ કરો .