________________
અને વિદ્વાન વ્યાખ્યાતાઓને આ શાસ્ત્રીય પદાર્થ મહિનાઓ સુધી વ્યાખ્યાનમાં છણ શકે તેવી સામગ્રી પ્રાપ્ત થાય તેમ છે. કેવલિસમુદ્રઘાત તથા અસ્પૃશદ્દગતિ વગેરે આગમિક વિષને સુંદર વિચાર કરવામાં આવ્યું છે. જેમ રસમય દૃષ્ટાંતે સ્થાને સ્થાને છે તેમ ગશાલકના ત્રિરાશિકમતનું મેક્ષમાર્ગ માટેના વિવિધ રસ્તાનું તેમજ ભાસર્વશ્રી અને દયાનંદજી જેવાના મતનું જે વર્ણન અહીં કરવામાં આવ્યું છે. તે મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે અન્યત્ર દુર્લભ છે. જ્યારે આ બધા વિવેચનો શ્રોતાઓ સાંભળતા હતા ત્યારે તેમાં તલ્લીન બની જતાં તેમને હું પણ એક છું.
પૂજ્ય ગુરુદેવની એ એક અજબ શકિત હતી કે અઘરામાં અઘરા વિષયને પણ સરળ બનાવી દેતા, આથી જ એમના વ્યાખ્યાનના ગ્રંથ સર્વગ્રાહ્ય બન્યા છે.
આનું સંપાદન વિદ્વાન પ્રસિદ્ધવક્તા મુનિરાજ શ્રી રાજયશવિજયજીએ પિતાને સમય ન મળતો હોવા છતાં સમય આપીને પૂ. ગુરુદેવને હૃદયંગમ ભાવેને તેવા ને તેવા જ રાખી કર્યું છે.
હજી આગળ પૂ. ગુરુદેવના વ્યાખ્યાનેને સંગ્રહ છપાવવા માટે હું આશા રાખું છું તે આશા પૂ. ગુરુદેવની પરમકૃપાથી સફળ થાય તેવી ઈચ્છા રાખીને વિરમું છું.
દઃ વિકમસૂરિ. સાબરમતી–અમદાવાદ,
૨૧–૧–૭૬