________________
{ પ્રાસ્તા વિકમ છે
ભગવતી સૂત્રના “નમે અરિહંતાણુંના વિવેચનરૂપ ભાગ-૩ અંશ-૧ મુદ્રિત થઈ ગયેલ છે જેનું અનેક ભાવિકોએ તેનું વાંચન મનન કરી આત્માને પરમાત્મા બનાવવા માટે પ્રયત્નશીલ બન્યા છે. હવે આ પ્રસ્તુત “નમે સિદ્ધાણં'નો વિવેચનાત્મક ગ્રંચ મુદ્રિત થઇ ચૂકી છે.
આ વિવેચનમાં વ્યાખ્યાતા પૂ. ગુરુદેવે ટીકાકાર શ્રી અભયદેવસૂરીશ્વરજી મહારાજની વૃત્તિના આધારે “નમે સિંદ્ધાણં'ના જેટલા અર્થ થાય છે તેટલા અર્થોની સુવાચ્યવિશદ વિવેચના કરવામાં આવી છે. આની સાથે સાથે અનેક મતવાદિએના મતનું યુક્તિ પુરસ્સર નિરસન કરવામાં આવ્યું છે. બીજા અનેક પદાર્થોનું રહસ્ય ખેલવામાં આવ્યું છે. આ બધું વાંચનથી આપણને સ્પષ્ટ દેખાઈ આવશે. વ્યાખ્યાતા સૂરીશ્વરજી મનું શાસ્ત્રદેહન કેટલું વિશાળ અને તલસ્પર્શી હતું તે માટે વિદ્વાન વાંચકોને કશું જ કહેવાનું રહેતું નથી! નાસ્તિકવાદ, મેક્ષવાદ, કર્મવાદ આદિ અનેક વાદેનું નિરૂપમ વર્ણન કરવામાં આવ્યું છે. તેમજ લેકામાસથી સ્વભાવિક ઉઠત પ્રશ્રન “મેક્ષમાં સુખ શું ” તેનો જવાબ એટલા બધા વિવિધ પાસાને ખ્યાલ કરીને આપવામાં આવ્યું છે કે સામાન્ય વાંચકને મેક્ષનું સુખ સાક્ષાત્ થતું લાગે !