________________
છે, તેથી તેમની વિશેષ પ્રેરણાથી કેનિંગ સ્ટ્રીટના વહીવટ દારે એ જ્ઞાનખાતાની રૂ. ૧૦,૦૦૦ની સુંદર રકમથી લાભ લીધે છે. એ માટે તેઓને હું આભાર માનું છું
“અરિહંત પદ વિવેચનન’ના વ્યાખ્યાનની પૂજ્ય સાધુભગવંતે તરફથી અવારનવાર માંગ હજી પણ આવ્યા કરે છે તેથી સમજાય છે કે તત્ત્વરસિયા લોકોમાં વિશાળ વિવેચનવાળે ગ્રંથ પણ અવશ્ય પ્રિય થઈ પડશે.'
હજી પણ ભગવતીજી સૂત્રના બાકીના વ્યાખ્યાને જલ્દી પ્રસિદ્ધ થાય તેવી તીર્થપ્રભાવક પૂ. ગુરૂદેવ વિજયવિક્રમસૂરીશ્વરજી મહારાજને પ્રાર્થના છે. તેમના વિદ્વાન પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓ આવા કાર્યમાં રત રહી અવશ્ય શીઘ્રતાથી કાર્ય પૂર્ણ કરે.
-કસ્તુરચંદ ઝવેરી
.