________________
છે મારી
શકી ય
લબ્ધિસૂરીશ્વરજી સ્મારક સંસ્કૃતિ કેન્દ્ર દિન-પ્રતિદિન પોતાના પથ પર આગેકૂચ કરે છે. પૂજ્યવર્ગની અસીમ કૃપા આ સંસ્થાના કાર્યને અનેરું પ્રોત્સાહન આપી રહેલ છે.
છેલ્લા વર્ષમાંનું આ છઠું પુસ્તક છે. તાજેતરમાં જ જૈનધર્મની રૂપરેખા, યાત્રાસંઘ, લબ્ધિ-વિક્રમ–પંજ, સાધ્વી શ્રી સંઘયશા-જીવન-કવન, વિકમ-ભક્તિ-સરિતા, પ્રસિદ્ધ થયેલ છે અને તેથી આ પુસ્તક પ્રસ્તુત સંસ્થા તરફથી ૩૮માં પુસ્તક તરીકે પ્રસિદ્ધ થશે.
પ૩ર પાનાને આ વિશાળ ગ્રંથ છપાવવાને અને તે માટે તમામ ખર્ચ થાય તેને લાભ વયેવૃદ્ધ પૂ. આચાર્યદેવ જયંતસૂરીશ્વરજી મ. સા.ની પ્રેરણાથી કેનિંગ સ્ટ્રીટના જ્ઞાન ખાતા તરફથી લેવાયેલો છે. તીર્થપ્રભાવક પૂ. આચાર્ય ૯૬, કેનિંગ સ્ટ્રીટના ચાતુર્માસ દરમ્યાન શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન કર્યું હતું. આ વાંચનથી પ્રભાવિત થયેલ અને સુંદર રીતે શ્રી ભગવતીજી સૂત્રનું વાંચન કરાવનાર શ્રી વજુભાઇને પણ ભગવતીજી જેવા મહાસૂત્રને આશ્રયીને થયેલા વ્યાખ્યાને પ્રસિદ્ધ થાય તેવી ઈચ્છા થાય તે સ્વાભાવિક