________________
ભાષાંતર – આ આત્મા ભયંકર સંસાર રૂપી અટવીમાં પોતાના જ્ઞાનાવરણીયાદિ કર્મ
રૂપી વાયુથી ચલિત થયેલો જે સહન કરવા માટે અશક્ય છે એવા પ્રકારની વધ-બન્ધનાદિ રૂપ કઈ-કઈ વિટંબણાઓ પામતો નથી ? અર્થાતુ કે સર્વે પણ વેદનાને જીવ પામે છે. ll૭૯ો.
ગાથાર્થ – તિર્યંચ ભવમાં જંગલમાં, શિશિર ઋતુના શીતલ પવનના હજારો
સુસવાટાથી તારો પુષ્ટ દેહ ભેદાયો છે અને અનન્તવાર તું મૃત્યુને પામ્યો છે. llcol
ભાષાંતર - હે જીવ ! તિર્યંચ ભવમાં અરણ્યમાં, શિયાળાના ઠંડા પવનના હજારો
સુસવાટાથી તારો દેહ પ્રચુર ભેદાયો છે, અર્થાતુ કે તું પુષ્ટ દેહવાળો હોવા છતાં ઘણીવાર ભેદાયેલા શરીરવાળો થયો છે. અહીં પ્રાકૃત હોવાથી પિત્ત અને વળદો શબ્દ વ્યત્યય થયેલ છે. એ પ્રમાણે થયો છતો
અનંતવાર મૃત્યુને પણ પામ્યો છે. ટoll ગાથાર્થ – તિર્યંચ ભવમાં અરણ્યમાં ગ્રીષ્મ ઋતુના તાપથી અત્યંત તપેલો અનેકવાર
સુધા તથા તૃષાવાળો તું ઘણો જ ખેદ પામતો મરણનું દુઃખ પામ્યો છે. ૮૧
ભાષાંતર – હે જીવ! તું તિર્યંચ ભવમાં અરણ્યની અંદર પડેલો ગ્રીષ્મઋતુના તાપથી
તેપેલો ઘણી વાર સુધા તથા તૃષાવાળો તું ઘણો જ ખેદ પામતો મરણનું દુ:ખ પામ્યો છે. ll૮૧TI
ગાથાર્થ – તિર્યચભવે અટવીમાં વર્ષાઋતુમાં પર્વતના ઝરણાના જળથી તણાતો અને
શીતળ વાયુથી દાઝેલો તે અનેક વાર મૃત્યુ પામ્યો છે. ll૮૨ી. ભાષાંતર - હે જીવ! તું તિર્યંચભવે અટવીમાં વર્ષાઋતુમાં પર્વતોના ઝરણાનાં
પાણીથી તણાતો અર્થાતું કે એક સ્થળેથી બીજા સ્થળે લઈ જવાતો અને શીતલ વાયુથી દાઝેલો અનેક વાર પંચત્વને એટલે મૃત્યુ પામ્યો
છે. ll૮૨ા. ગાથાર્થ – એ પ્રમાણે ભીષણ ભવનને વિષે તિર્યંચ ભવમાં જીવ એવી રીતે લાખો
દુઃખોથી પીડાતો, અનંતી વાર વસેલો છે. I૮all
વૈરાગ્યશતક
૪૦