________________
પાપ-પરિગ્રહને એકઠા કરતો હતો અને આરંભ વડે સંતોષ પામતો હતો તો અહીં દુઃખ વડે કેમ રોષ પામે છે ? ૧૯ો આરંભ અને પરિગ્રહને છોડીને અમારા કુટુંબનો નિર્વાહ ન થાય, એવું જેના માટે તું બોલતો હતો તેને દુ:ખનો ભાગ કરવા માટે બોલાવ ૨૦ રાત્રે મિષ્ટાન ખાતો હતો, એના બદલામાં અમારા વડે જ્યારે તારું મુખ કીડી આદિથી ભરીને સીવાયું, ત્યારે પરામુખ કેમ થાય છે. |૧| સ્ત્રીઓને નચાવતો, વખાણતો, ગાતો મદિરાને પીએ છે. તો તે હતાશ ! અહીં તપેલા તલ તાંબા અને સીસાને કેમ પીતો નથી ?
૨૨ ગુરુ ભગવંતોની મશ્કરી તથા આશાતના કરી, વ્રતનો ભંગ કર્યો. શૂદ્રપણાદિના ભાવને પામેલો તું લોકોને હેરાન કરતો હતો. /૨૩ll એ પ્રમાણે જો પોતાના હાથે રોપેલા એવા તે પાપવૃક્ષના ફળોને ભોગવે છે તો રે દુષ્ટ એમાં અમારો શું દોષ ? ||૨૪ll. ઇત્યાદિ પૂર્વભવના દુષ્કતોને યાદ કરાવીને નરકપાલો ફરીથી પણ વિવિધ પ્રકારે વેદના ઉત્પન્ન કરે છે. રપા તડફડતા તેના દેહમાંથી માંસ ઉખેડીને અગ્નિમાં પકાવીને તેના જ મુખમાં નાખે છે. R/૨૬ો રે રે જીવ ! પૂર્વભવમાં તને માંસના રસ વડે સંતોષ થતો હતો એ પ્રમાણે કહીને માંસના રસને ગ્રહણ કરીને આપે છે. ર૭ા પશુઓના કંધ-ખભા ઉપર ભાર આરોપણ કરતો હતો, તેને યાદ કરાવીને દેવો તેની ઉપર ચડીને ભાર વડે અંગોને ભાંગી નાખે છે. ll૨૮ સર્વ નિધિ વડે દીન થયેલા નપુંસકો, શરણથી મૂકાયેલા, ક્ષીણ થયેલા નરકના જીવો નરકના આવાસમાં રહે છે. એનાથી બીજું શું (દુ:ખ વર્ણવવું ?) |રા નરકમાં દિવસ રાત પકાવાતા એવા નારકીના જીવોને આંખના નિમેષ માત્ર પણ સુખ નથી. દુ:ખ જ સતત ભોગવ્યા કરે છે. ૩૦ ત્યાં વેદનાથી હણાયેલા સમ્યગ્દષ્ટિ જીવો પ્રાય: વિચાર કરે છે કે રે જીવ ! કર્મને છોડીને તેમની ઉપર રોષ ન કર. કારણ કે કહ્યું છે કે l૩૧ી સર્વ જીવો અપરાધોને વિષે અને ગુણોને વિષે પૂર્વ કરેલા કર્મના ફળના વિપાકને પામે છે બીજો વ્યક્તિ નિમિત્ત માત્ર હોય છે. ૩રા. સમુદ્રના તરંગ અને કલ્લોલથી ભેદાયેલ કુલપર્વતને ધારણ કરવો સહેલો છે પણ અન્ય જન્મમાં નિર્માણ કરેલ શુભ કે અશુભ ભાગ્યના પરિણામને ધારણ કરવું સહેલું નથી. ૩૩ ગુરુવડીલજન વડે અટકાવાતો પણ ત્યારે તું પાપને કરતો હતો અને પોત જ દુ:ખને ગ્રહણ કરતો હતો. તો હે જીવ! અહીં કોની ઉપર
વૈરાગ્યશતક
૨૯