SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ ભાષાંતર - હે આત્મા ! આ શરીરની સૌંદર્યતા અશાશ્વત છે. જે સદાકાળ રહે તે શાશ્વત કહેવાય, જે શાશ્વત ન હોય તે અશાશ્વત, અનિત્ય કહેવાય. રોગાદિ કારણોથી શરીરનો વિનાશ થતો હોવાથી, આ શરીર અશાશ્વત છે. સનતકુમાર ચક્રવર્તી વિગરેની જેમ તે અનિત્ય છે. તથા કહેવાયેલું છે કે થોડા પણ નિમિત્ત વડે કેટલાક સત્પુરુષો સનતકુમારની જેમ બોધ પામે છે. દેવો વડે દેહમાં ક્ષણભરમાં રોગો રૂપ હાનિ થઈ છે એમ કહેવાયું, અને આત્મા બોધ પામી ગયો તેમ બોધ પામે છે. તથા જગતમાં વિજળીની વેલની જેમ પ્રાણને ધારણ કરવા રૂપ જીવિત ચંચળ છે, જેમ વિદ્યુતની વેલ ક્ષણવાર પહેલા જોવાયેલી જ ક્ષણવારમાં નષ્ટ થાય છે, તે પ્રમાણે જીવન પણ ક્ષણિક છે. વળી યૌવન સંધ્યાના રંગ સમાન ક્ષણ માત્ર જ સુંદર છે. જેમ સંધ્યા સમયે વાદળોના સમૂહો વિવિધ રંગોને ભજનારા થાય છે. વળી પવનના ઝપાટાથી ક્ષણ માત્રમાં જ નાશ પામે છે તે પ્રમાણે યૌવન પણ પાંચ-દિવસ જેટલા કાળ સુધી રહે છે, ત્યાર પછી યૌવનને નાશ કરનાર એવા ઘડપણનો ઉદય થાય છે આથી ઉગતા તારુણ્યમાં મદ કેવો ? ।।૩૬।। ગાથાર્થ લક્ષ્મી હાથીના કાન જેવી ચંચળ છે. જીવોનું વિષયસુખ ઇન્દ્રધનુષ્ય જેવું છે. રે જીવ ! તું સમજ અને મોહ ન પામ II3II ભાષાંતર – હે જીવ ! હે આત્મા ! જે લક્ષ્મીનો તું મદ ધારણ કરે છે કે આ લક્ષ્મી જીવન પર્યંત મારા પડખાને મૂકશે નહીં, પરંતુ તે લક્ષ્મી હાથીના કાનની જેમચંચલ છે,લાંબા સમય સુધી રહેવાવાળી નથી, હમણાં પણ, પહેલાં જેમને શ્રીમંત તરીકે જોયેલા તેજ શ્રીમંતો પાછળથી લક્ષ્મી વગરના ઘણા જોવાયછે.આથી લક્ષ્મીનું સ્થિ૨૫ણું નથી, તથા જીવોના શબ્દાદિ વિષયસુખ ઇન્દ્રધનુષ્યની જેમ ચંચળ છે. આથી તે જીવ ! હે આત્મા ! આ પ્રમાણે સર્વેને ચંચળ સ્વભાવવાળા જાણીને ધર્મમાં બોધને ક૨, મોહ ન પામ, ફરી આવા પ્રકા૨ની સામગ્રીનો યોગ દુઃખે કરીને પ્રાપ્ત કરી શકાય તેવો છે. II૩૭ના હે જીવ ! જેમ સંધ્યા સમયે પંખીઓનો સંગમ અને માર્ગમાં જેમ પથિકોનો સમાગમ ક્ષણિક છે, તે જ પ્રકારે સ્વજનોનો સંયોગ પણ ક્ષણભંગુર છે. ૩૮ના ગાથાર્થ વૈરાગ્યશતક ૨૩
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy