SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ : મકરધર (સમુદ્ર) જેમ જલ વડે દૂષ્પર છે એટલે કે પૂરવા માટે અશક્ય છે તે જ રીતે વિષય રૂપ આમિષ (ભોગ્ય વસ્તુ)ને વિષે આસક્ત એવો આત્મા ભવે ભવે દરેક ભવમાં તૃપ્તિ નથી પામતો. II૭૨ ભાષાંતર: જેમ મક૨ધ૨-મકરાકર અર્થાત્ સમુદ્ર પાણી વડે દુષ્પર અર્થાત્ પૂરવા માટે અશક્ય છે. ‘પિ’ એ ડ્વ અર્થમાં છે, તે જ રીતે ‘દુ’ નિશ્ચય અર્થમાં, આ આત્મા ઘણા વિષયસુખો વડે દૂષ્પર છે, જે કારણથી વિષયામિષમાં-વિષય રૂપ ભોગ્યવસ્તુમાં આસક્ત એવો તે દરેક ભવમાં તૃપ્તિ નથી પામતો. આમિષ શબ્દ માંસ (૨-૭૭૦) સુંદર આકારવાળા રૂપાદિ, સંભોગ, લોભ, લાંચ એવા અનેક અર્થમાં છે. ‘વશ્વરૂ’ એ વ્રનનૃતમાં ૪ઃ' (સિ.૮-૪-૨૨૫) એ સૂત્રથી વ્રત્, નૃત અને મદ્ ધાતુઓના અન્ત્યને દ્વિરુક્તિવાળો 'વ' થાય છે. વારૂ નજીરૂ મસરૂ એ પ્રમાણે ૬૨॥ ગાથાર્થ : વિવિધ ઉદ્ભટરૂપોને વિષે ગૃદ્ધ વિષયના પારતન્ત્ય વડે પીડાતા જીવો લાખો ભવમાં દુર્લભ એવા ગયેલા એવા પોતાના જન્મને જાણતા નથી. II૬૩॥ ભાષાંતર: વિષયને વશ અર્થાત્ પારતન્ત્ય, તેના વડે પીડાતા તે વિષયવશાર્ત, એવા જીવો વિવિધ-જુદા જુદા પ્રકારના ઉભટ અર્થાત્ ઉદાર રૂપોને વિષે વૃદ્ધ થયા છતા, ગયેલા એવા પણ પોતાના જન્મને જાણતા નથી. કેવા પોતાના જન્મને ? લાખ ભવોમાં દુર્લભ લાખ જન્મ વડે પણ દુ:ખેથી પ્રાપ્ત કરાયેલા એવા પોતાના જન્મને જાણતા નથી. II૬૩॥ ગાથાર્થ : ચાલી ગયેલી શંકાવાળા એવા કેટલાક જીવો લજ્જાને મૂકીને પણ વિષયને વિવશ રહે છે. વિષય રૂપી અંકુશ વડે શસ્થિત (કાંટો વીંધાયેલો હોય એવા) કેટલાક જીવો મરણને પણ ગણતા નથી. ।।૩૪।। ભાષાંતર: કેટલાક ચાલી ગયેલી શંકાવાળા નિ:સંશય લજ્જાને મૂકીને પણ વિષયોને વિષે વિવશ અર્થાત્ પરાધીન રહે છે, તથા કેટલાક જીવો વિષય રૂપી અંકુશ વડે શલ્પિત-અર્થાત્ રોપાયેલા શલ્યવાળા ‘પિ’નો અર્થ જણાતો હોવાથી, મરણને પણ ગણતા નથી (પરવા નથી કરતા) વિષયાસક્ત લોકોનું મરણ પણ થાય છે. જે કારણથી કહ્યું છે કે - કમ્પન, સ્વેદ, થાક, મૂર્છા, ચક્કર, ગ્લાનિ, બળનો ક્ષય, રાજયક્ષ્મ (ક્ષય) વિગેરે રોગો મૈથુન સેવવાથી થાય છે. (યોગશાસ્ત્ર દ્વિ.પ્ર.ગા-૭૮) ઈન્દ્રિયપરાજયશતક ૧૩૧
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy