SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ જ તેણી ગુહ્ય પ્રદેશને વિષે સ્પર્શ કરાઈ. તે મૌન થઈ ગઈ. આ તેણીને રડતી બંધ કરવાનો ઉપાય છે એ પ્રમાણે વારંવાર આ છોકરો તેણીના ગુહ્યભાગને સ્પર્શે છે. માતાપિતા વડે જોવાયું. બધી રીતે વારણ કરવા છતાં નહીં અટકતો તે છોકરો ઘરમાંથી કાઢી મૂકાયો. તે પલ્લીમાં આવ્યો અને તેનો અધિપતિ થયો. પેલી છોકરી પણ (સુવર્ણકારનો જીવ) વધતી એવી પ્રબલ કામતૃષ્ણા વડે કોઈક ગામમાં ગઈ. તે ગામમાં પેલા ચોરો આવ્યા. તેણી વડે “મને કેમ નથી લઈ જતા ?' એવા વચન વડે પોતે તેઓને સમર્પિત થઈ. તે દરેકની તે પત્ની થઈ. તેણીની કૃપા વડે તે ચોરો વડે બીજી પણ સ્ત્રી લવાઈ. “આ સ્ત્રી મારી રતિક્રીડામાં વિપ્નના હેતુભૂત છે એ પ્રમાણે વિચારીને ચોરો ગયે છતે તેણી વડે પેલી બીજી સ્ત્રી કૂવામાં નંખાઈ. પાછા આવેલા ચોરો વડે બીજી ન જોવાઈ તેથી આ સ્ત્રી વડે જ આવું કરાયું છે એવું જાણીને આવી બહુમોહવાળી શું આ તે મારી બેન તો નહીં હોય ને ? એ પ્રમાણેની ઉત્પન્ન થયેલી શંકાવાળો પલ્લીપતિ મારું (ભગવાનનું) અહીં આગમન સાંભળીને અહીં આવ્યો અને બધાની વચ્ચે પૂછવા માટે શક્ય ન હતું તેથી તેના વડે કહેવાયું “જેણી તે છે તેથી તે જ છે' ? એનો અર્થ આ છે કે “જે મારી બહેન છે તે શું આ વનમાં રહેતી પાપિણી જ છે” ? મારા વડે પણ કહેવાયું કે – જેણી તે છે તેણી તે જ છે. એ પ્રમાણે તે સાંભળીને ખરેખર વિષયનો સંગ દુઃખદ અખ્તવાળો છે. તેથી આ પ્રમાણે કહેવાયેલું છે કેબધી સ્ત્રીઓ વડે એકલો પણ અને બધા પુરુષો વડે એકલી પણ તૃપ્ત નથી થતી. બીજું બંને પણ વૈરભાવવાળા હોય, સ્ત્રીપુરુષનો સંગમ ખરેખર કષ્ટ છે. આ પ્રમાણે વિચારીને ઘણા જીવો બોધ પામ્યા. પ૮. ગાથાર્થ : જળના બિન્દુ જેવું ચંચળ જીવન છે, લક્ષ્મી પણ અસ્થિર છે, દેહ ભંગુર (નાશવંત) છે, કામભોગો પણ તુચ્છ છે અને લાખો દુઃખોનું કારણ છે. I[પા ભાષાંતરઃ જળના લવની જેમ અર્થાત્ તૃણના અગ્ર ભાગ ઉપર રહેલા ઝાકળના બિન્દુ જેવું તરલ એટલે કે ચપળ જીવિતવ્ય છે. લક્ષ્મી પણ અસ્થિર છે તથા દેહ-શરીર ભંગુર છે. સ્વયં જ ભાંગી જાય એ પ્રમાણેનો સ્વભાવ છે જેનો તે ભંગુર, સ્વયં જ વિનાશ પામવાના સ્વભાવવાળું. ઈન્દ્રિયપરાજયશતક ૧૨૯
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy