________________
ગાથાર્થ : કામા તે શલ્ય છે, કામો વિષ છે. કામો સર્પ જેવા છે. કામોની પ્રાર્થના કરતા મનુષ્યો અકામા એટલે નહિ પૂરી થયેલી ઇચ્છાવાળા દુર્ગતિમાં જાય છે. ૨૮॥
ભાષાંતર: કામો તે શલ્ય-કાંટા છે, કામો તે વિષ જેવા છે, જેમ ખવાતું એવું ઝેર શરૂઆતમાં મધુર લાગે છે અને પરિણતિમાં દારુણ એટલે કે મોત નિપજાવતું હોવાથી ભયંકર છે, એ રીતે આ કામો પણ એવા જ છે. વળી કામો આશીવિષની ઉપમાવાળા છે. આશી એટલે દાઢ અને દાઢમાં છે વિષ જેને એ આશીવિષ, એટલે કે સર્પ તેની ઉપમવાળા કામો છે. વળી કામને માટે પ્રાર્થના કરતા પણ ‘અકામા' એટલે કે નથી પૂરી થતી ઇચ્છાઓ જેની; ઇચ્છાયેલા કામોનો અભાવ થવાથી અકામ એવા મનુષ્યો દ્રમકની જેમ દુર્ગતિમાં જાય છે, જે પ્રમાણે
આહાર મેળવવા માટે લોકો ઉપર ગુસ્સે થયેલા ભિખારીની જેમ ભોગોને નહિ ભોગવવા છતાં મોહાતુર મનુષ્યો અધોગતિમાં પડે છે.
રાજગૃહી નગરીમાં મહોત્સવમાં લોકો વૈભારિગિર ઉપર રહેલા ઉદ્યાનમાં ગયે છતે, ભિક્ષાને નહીં પ્રાપ્ત કરતો એવો કોઈક ભિખારી આરક્ષકો પાસેથી સાંભળીને તે જ ઉદ્યાનમાં ગયો. ત્યાં પણ લોકો મહોત્સવમાં રક્ત બનેલા હોવાથી લોકોના પ્રમાદ વડે નહીં પ્રાપ્ત થયેલી ભિક્ષાવાળો આ ભિખારી લોકો ઉપર તીવ્ર ક્રોધવાળો થયો. આ બધા દુરાત્મા લોકોને હું ચૂરી નાખું', એ પ્રમાણે વિચારતો એ પર્વત ઉપર ચઢ્યો. કોદાળી વડે મોટો પત્થર ખોદીને કાઢ્યો, પોતાની ઉપર પડતા એવા તે પત્થર વડે વધતા એવા રોદ્રધ્યાનવાળો એવો તે ભિખારી જ ચૂરાઈ ગયો અને સાતમી નરકમાં ગયો. લોકો નાશી ગયા. ॥૨૮॥
ગાથાર્થ : વિષયોની અપેક્ષા કરતા (મનુષ્યો) ઘોર એવા સંસારરૂપી સાગરમાં પડે છે અને વિષયોને વિષે નિરપેક્ષ (મનુષ્યો) સંસારરૂપ અટવીને ઓળંગી જાય છે. ૨ા
ભાષાંતર: વિષયોની અપેક્ષા કરતા એટલે કે વિષયના સંગને કરતા મનુષ્યો ઘોર એટલે કે રૌદ્ર-ભયંકર એવા સંસારસાગર ભવસમુદ્રમાં પડે છે. વિષયોને વિષે નિરપેક્ષ એવા મનુષ્યો એટલે વિષયોમાં રાગને નહિ કરતા સંસારરૂપી અટવીને તરે છે-ઓળંગી મહેલમાં રહે છે. ।।૨૯।
જાય છે. સિદ્ધિ રૂપી
-
ઈન્દ્રિયપરાજયશતક ૮૫