________________
ગાથાર્થ : કામભોગો ક્ષણ માત્ર સુખ આપનારા, ઘણા કાલ સુધીના દુઃખને
આપનારા, અતિશય દુ:ખવાળા, તુચ્છ સુખવાળા, મોક્ષને પ્રતિકૂળ અને
અનર્થોની ખાણ જ છે. IFરપા ભાષાંતરઃ ક્ષણ માત્ર એટલું જ સુખ છે જેમાં એવા ક્ષણ માત્ર સુખવાળા, ઘણા
કાળ સુધી શરીર સંબંધી નરકાદિમાં દુ:ખ છે જેનાથી એવા બહુકાલ દુ:ખવાળા, પ્રકામ એટલે કે અતિશય દુ:ખવાળા, અનિકામ એટલે અપ્રકૃષ્ટ-તુચ્છ સુખવાળા, સંસારથી મોક્ષ એટલે કે સંસારથી વિયોગ છે જેમાં તે સંસારમોક્ષ એટલે કે મુક્તિ, એ મુક્તિને અટકાવતા હોવાથી પ્રતિકૂળ છે, માટે સંસારમોક્ષના વિપક્ષભૂત છે. એવા પ્રકારના કેમ છે ? તો કહે છે કે - કહેવાયેલા સ્વરૂપવાળા કામભોગો અનર્થોની ખાણ જ છે. “તુ' (૧) શબ્દ અવધારણમાં છે અને ભિન્ન જગાએ જોડવાનો છે. તેથી
કામભોગો અનર્થોની ખાણ જ છે. રિપો ગાથાર્થ : જેના વડે આખું જગત વશીકૃત કરાયેલું છે એવો કામ નામનો ગ્રહ,
સર્વ ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન છે, મોટો ઉન્માદ છે, સર્વ દોષોને
પ્રવર્તાવનાર છે. સરકા ભાષાંતરઃ સર્વગ્રહોનો પ્રભાવ એટલે કે સમસ્ત ઉન્માદોનું ઉત્પત્તિસ્થાન, મહાગ્રહ
એટલે કે મોટો ઉન્માદ અને સર્વદોષનો પ્રવર્તક, સર્વદોષ - પરસ્ત્રીને આકર્ષણ વિગેરે જે દોષો તેનો પ્રવર્તક એવો કોણ છે ? કામગ્રહ-એટલે કે મદન વડે થયેલો ચિત્તનો ભ્રમ. વળી કેવો છે ? દુરાત્મા એટલે દુષ્ટ સ્વભાવવાળો, જેના વડે આખું જગત અભિભૂત એટલે કે વશીકૃત કરાયું
છે. //રકા ગાથાર્થ : જેમ ખરજવાના રોગવાળો ખરજવાને ખણતો ઉત્પન્ન થયેલા દુઃખને સુખ
માને, તે જ રીતે મોહથી વિહવળ થયેલા મનુષ્યો કામથી જનિત દુઃખને
સુખ કહે છે. l૨૭ ભાષાંતરઃ જેમ ખરજવાના રોગવાળો ખરજવાને નખાદિ વડે ખણતો અને
ખણવાથી ઉત્પન્ન થયેલા દુ:ખને સુખરૂપ માને છે. તેવી જ રીતે મોહાતુર એટલે કે મદન જનિત વિપર્યાસ એટલે કે કામથી ઉત્પન્ન થયેલી વિપરીત બુદ્ધિ વડે વિહ્વળ થયેલા મનુષ્યો પણ કામ જનિત દુઃખને “પોતે સંતુષ્ટ થયો” એમ માનતો બીજાને સુખ રૂપે કહે છે. ll૨૭ll
ઈન્દ્રિયપરાજયશતક ૮૪