SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ દેવીએ, પૂર્ણ થયેલા દોહદવાળી વેલડીની જેમ અધિક અધિક લાવણ્યને પ્રાપ્ત કર્યું. (૫) પૂર્ણ સમય ચક્રવર્તીની રાણીએ, ગંગા જેમ સુવર્ણ કમળને ઉત્પન્ન કરે એમ એક ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. () યશોધરાને ઉત્પન્ન થયેલા દોહદને અનુસાર એક શુભ દિવસે તેનું “સાગરદત્ત' એવું નામ રાખ્યું. (૭) ધાત્રીઓ વડે સ્તનપાનાદિ કર્મ વડે લાલન કરાતો તે રાજપુત્ર ક્રમ વડે કરીને વૃક્ષની જેમ વૃદ્ધિને પામ્યો. (૮) બોલવામાં પ્રવીણતાને પ્રાપ્ત થયેલો, ઉત્સુક એવો કુમાર સુવર્ણ લતાને ઊંચી કરીને પોપટપોપટીઓને ભણાવતો હતો. (૯) વૃદ્ધિને પ્રાપ્ત કરતો, પુષ્ટ એવા ખભા રૂપી રંગભૂમિકાને વિષે નૃત્ય કરતા માણેકના કુંડલો રહેલા છે જેને એવો તે, મિત્રોની સાથે રત્નકરંડક વડે રમતો હતો. (૧૦) અવસર પ્રાપ્ત થયે છતે તે રાજા વડે ગુરુની પાસે મોકલાવાયો અને મુસાફર જેમ કૂવામાંથી પાણીને પીએ, તેમ તે ગુરુ પાસેથી કલાઓને પીતો હતો. (૧૧) સમગ્ર વિશ્વના નેત્રરૂપી કમળોને અત્યંત પ્રમોદને કરાવતા, ચંદ્રની જેમ સંપૂર્ણ કલાવાળા તેણે યૌવનને પ્રાપ્ત કર્યું. (૧૨) સ્વયંવરથી આવેલી એવી કન્યાઓ સાથે માતાપિતા વડે તે પરણાવાયો. નદીઓ જેમ સમુદ્ર પાસે, તેમ આ બધી કન્યાઓ પણ યોગ્ય પાસે જ આવે છે. (૧૩) બળદ જેમ ગાયની સાથે, હાથી જેમ હાથણી સાથે, ચંદ્ર જેમ તારાઓની સાથે તેમ તે કન્યાઓની સાથે રમતો હતો. (૧૪) કામદેવની ઉપમાવાળો તે સ્ત્રીઓની સાથે મહેલમાં ક્રીડા કરતા એક વખત આકાશમાં મેરુ જેવા ઉન્નત અભ્રમંડલને જોયું (૧૫) અને એણે વિચાર્યું કે આગમમાં જે પ્રકારનો મેરુ સંભળાય છે, તે જ પ્રકારનો વાદળમય મેરુ છે. અહો કેવી રમણીયતા! (૧૦) એ પ્રમાણે મેરુ જેવા મેઘમંડલને જોતા એવા તેની દૃષ્ટિ જાણે મેઘમંડલની મધ્યમાં લાગી ગઈ હોય એમ નીચે જોનારી ન થઈ. (૧૭) ઊચું જોતાં કુમારે જેટલામાં મેઘમંડલને જોયું એટલામાં તો પાણીના પરપોટાની જેમ તે વિલીન થઈને ઈન્દ્રિયપરાજયશતક ૭૭
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy