SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથાર્થ : કાષ્ટનો કીડો કાષ્ટને અસાર કરે છે, તેમ નહીં જિતાયેલી ઇન્દ્રિયો વડે ચારિત્ર અસાર થાય છે, તેથી ધર્મના અર્થીઓ વડે ઇન્દ્રિય ઉપર વિજય મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. જો ભાષાંતરઃ કાષ્ટનો કીડો જેમ કાષ્ટને અસાર-નિ:સાર કરે છે. તેમ નહિ જીતાયેલી - પોતાના વશમાં નહિ કરાયેલી ઇન્દ્રિયો વડે ચારિત્ર કે જે સિદ્ધિ નામના મહેલના શિખરને પ્રાપ્ત કરાવનારું છે તે ચારિત્ર, અસાર કરાય છે અર્થાત્ નિષ્ફળ કરાય છે. અને કહ્યું છે કે ગોવાળ જે પરની ગાયને પાળે છે અથવા ભંડપાલ જે બીજાના વાસણોનું રક્ષણ કરે છે, તો પણ જે પ્રમાણે તે દ્રવ્યનો માલિક થતો નથી, એ પ્રમાણે શ્રમણ ફક્ત ક્રિયાકલાપ કરે અને ઇન્દ્રિય ઉપર વિજય ન મેળવે તો શ્રમણપણાનો માલિક થતો નથી. તેથી ધર્મના અર્થીઓ વડે સમ્યકત્વશ્રત દેશવિરતિ, સર્વવિરતિ રૂપ ધર્મની માગણી કરાય છે, ઇચ્છા કરાય છે. તેઓ વડે અર્થાત્ ધર્મ કરવાના સ્વભાવવાળાઓ વડે સ્થિર જે પ્રમાણે થવાય તે પ્રમાણે ઇન્દ્રિય જયમાં - ઇન્દ્રિયને વશ કરવામાં પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે ઇન્દ્રિયના વિજયથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે... હે રાજેન્દ્ર ! જે બાહુબલીનો જય અને રાવણનો વિભંગ (થયો હતો, ત્યાં ઇન્દ્રિયોનો જય અને અજય કારણ હતો I૪. ગાથાર્થ ? જેમ કાકિણી માટે હજાર કષુપણને માણસ હારે છે, તેમ તુચ્છવિષયમાં આસક્ત જીવો સિદ્ધિ સુખને હારે છે. આપણે ભાષાંતરઃ શ્લોકમાં નદયથા ઉદાહરણના ઉપન્યાસ માટે છે. રૂપિયાના એંસીમા ભાગને કાકિણી કહે છે. કાકિણીને માટે એક હજાર કાર્દાપણોને માણસ હારે છે; શ્લોકમાં કાર્દાપણ આપેલ નથી, પણ તે અધ્યાહારથી ગ્રહણ કરવાનું છે. અહીં ઉદાહરણ આ પ્રમાણે છે. એક ગરીબ માણસ હતો. આજીવિકાને મેળવતા તેના વડે એક હજાર કાર્દાપણ પ્રાપ્ત કરાઈ, તેણે તેને ગ્રહણ કરીને સાર્થની સાથે પોતાના ઘર તરફ પ્રયાણ કર્યું. તેમાંથી ભોજનાદિ નિમિત્તે એક રૂપિયામાંથી કાકિણીઓ ખરીદી. ત્યાર બાદ દિવસે દિવસે કાકિણી વડે ભોજન ઈન્દ્રિયપરાજયશતક ૧૭
SR No.023146
Book TitleVairagyashatak Indriyaparajayshatak
Original Sutra AuthorN/A
AuthorPunyakirtivijay
PublisherSangmarg Prakashan
Publication Year2002
Total Pages338
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy