________________
(તર્ શબ્દ યર્ શબ્દને સાપેક્ષ હોય છે. આથી તદ્ શબ્દથી અભિપ્રેત પંડિત છે અને હવે થવું શબ્દથી અભિપ્રેય વસ્તુને જણાવે છે.)
જે મહાત્માનું ઈંદ્રિય રૂપી ચોરો વડે શાશ્વત એવું ચારિત્ર રૂપી ધન હરાયું નથી - લૂંટાયું નથી, તેની પ્રશંસા કરીએ છીએ.
ઈન્દ્રિયો જ જીવના ધર્મરૂપ સર્વસ્વને હરી લે છે અને ઈંદ્રિયો જ કિંકરી ભાવને પેદા કરે છે. અર્થાત્ ઈંદ્રિયો જ જીવને નોકર જેવો બનાવે છે. આથી કહ્યું છે કે – અરે ! પીધેલી મોહ રૂપી મદિરાથી મોહિત થયેલો આ નવો આત્મા રૂપી રાજા કિંકર એવી ઈન્દ્રિયો વડે કિંકર એવા મનનો પણ નોકર કરાયો છે.
કહેવાનો આશય એ છે કે, ઈન્દ્રિયો અને મન વડે આત્મા નોકર જેવો કરાયો છે.
‘સોશ્ચિય’ એ પ્રમાણે અહીં ‘ખરૂ વેગ-વિય-ગ્નઅવધારણે' (સિ.હે. ૮-૨૧૮૪) સૂત્રથી ‘વિય’ પ્રત્યય લગાવેલ છે અને ‘સેવાવો’ (સિ. ૮-૨-૯૯) સૂત્રથી દ્વિત્વ થયેલ છે. તે જ ધન્ય છે તે જ સત્પુરુષ છે એની જેમ સમજવું. ‘હુંટિગં એ પ્રમાણે હુટર્ - સ્તેય (ચોરી) અર્થમાં વપરાયેલ છે.
અહીં ગ્રંથકારે સત્પ્રશંસા પદ વડે મંગલનો નિર્દેશ કરેલ છે. મંગલ વિના પ્રારંભ કરેલ શાસ્ત્ર સમાપ્તિને પ્રાપ્ત કરતું નથી અને બીજું શરૂઆતમાં શૂર-પંડિત શબ્દના પ્રયોગ દ્વારા એ સૂચવે છે કે, આ ગ્રંથ ભણનારાઓને ઈન્દ્રિયનો જય અને કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાઓ - આ પ્રમાણે અર્થ છે. (શૂર શબ્દથી વિજયની વાત કરી અને પંડિત શબ્દથી જ્ઞાનની વાત કરી.) તથા વાર્તિકકાર વડે શરૂઆતમાં સિદ્ધ શબ્દ જે પ્રયોજેલો છે, તે વ્યાખ્યા સમયના ભાષ્યમાં કહેલ છે કે - ‘માંગલિક' આચાર્ય મોટા શાસ્ત્રના સમૂહને મંગલ માટે સિદ્ધ શબ્દ શરૂઆતમાં પ્રયોજે છે અને વીર પુરુષો મંગલ આદિ શાસ્ત્રોને વિસ્તારે છે.
તમે પણ પુરુષાર્થ કરનારા થાઓ છો. ‘અધ્યેતારર્થે સિદ્ધા સ્યુઃ' અર્થાત્ ભણનારાઓ સિદ્ધ થાય. એ પ્રમાણે પ્રથમ ગાથાનો અર્થ છે. ૧
7 અહીં શ્લોકમાં સત્પ્રશંસા શબ્દથી ગ્રંથકારે મંગલ કરેલ છે. આ ગ્રંથનો વિષય (અભિધેય) ઈન્દ્રિયજ્ય છે અને સર્વે જીવો ઈન્દ્રિયનો જ્ય કરનારા થાઓ, એ પ્રયોજન છે અને વાચ્યવાચક સ્વરૂપ સંબંધ છે. આ રીતે પ્રથમ શ્લોક મંગલ, અભિધેય, પ્રયોજન અને સંબંધને ણાવે છે.
ઈન્દ્રિયપરાજયશતક ૭૪