________________
૬૪૨] જપે જે નામ જીનવર કે; [શ્રા, વિ. સેવક આદિને દિક્ષાને તથા વડી દીક્ષાનો ઉત્સવ ઘણું આડંબરથી કરે. કેમકે-ભરત ચક્રવર્તાના પાંચ પુત્ર અને સાતસો પૌત્ર એટલા કુમારએ તે સમવસરણમાં સાથે દીક્ષા લીધી. શ્રીકૃષ્ણ તથા ચેટક રાજાએ પિતાની સંતતિને નહિ પરણાવવાને નિયમ કર્યો હતો, તથા પિતાની પુત્રી આદિને તથા બીજા થાવાપુત્ર વગેરેને ઘણું ઉત્સવથી દિક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી–એમાં ઘણું પુણ્ય છે. કેમકે–જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર થાય છે, તે માતા-પિતા અને સ્વજન-વર્ગ ઘણું પુણ્યશાળી અને ધન્યવાદને એગ્ય છે. લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે-જ્યાં સુધી કુળમાં કેઈ પુત્ર પવિત્ર સંન્યાસી થત નથી, ત્યાં સુધી પિંડની ઈચ્છા કરનારા પિતરાઈએ સંસારમાં ભમે છે. આમ આઠમું દ્વાર સમાપ્ત થયું. ૯ પદસ્થાપના- તેમજ પદસ્થાપના એટલે ગણિ, વાચનાચાર્ય, વાચક, આચાર્ય દીક્ષા લીધેલા પિતા પુત્ર આદિ તથા બીજા પણ જે યેગ્ય હેય, તેમની પદસ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને સારુ ઘણુ ઉત્સવથી કરાવવી. સંભળાય છે કે અરિહંતના પ્રથમ સમવસરણને વિષે ઇંદ્ર પિતે ગણધર પદની સ્થાપના કરાવે છે. વસ્તુપાળમંત્રીએ પણ એકવીશ બાચાર્યોની પદસ્થાપના કરાવી હતી. ઈતિનવમું દ્વારા ૧૦. શ્રુતજ્ઞાનની ભક્તિ- તેમજ શ્રીકા આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તક ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષર તથા સારાં પાનાં વગેરે યુતિથી લખાવવાં. તેમજ વાચન એટલે સંવેગી ગીતાર્થ