________________
જ. ક] કહે ખાતિ યહી પ્રાણી, [૬૪૩ એવા મુનિરાજ પાસે ગ્રંથને આરંભ થાય, તે દિવસે ઘણે ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું, તેથી ઘણું ભવ્ય પ્રતિબંધ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભણનાર મુનિરાજોને કપડાં વગેરે વહેરાવી તેમને (સહાય) ભક્તિ કરવી. - કહ્યું છે કે-જે લેક જિનશાનનાં પુસ્તકો લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકોની ઘણી યતનાથી રક્ષા કરે, તે લેકે મનુષ્ય લેકનાં, દેવવેકના તથા નિર્વાણનાં સુખ પામે છે જે પુરુષ કેવળીભાષિત સિદ્ધાંતને પિતે ભણે, ભણવે અથવા ભણનારને વસ્ત્ર, ભેજન, પુસ્તક વગેરે આપી સહાય કરે, તે પુરૂષ આ લેકમાં સર્વજ્ઞ જ થાય છે. જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કે-અહી યુપયોગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જે કદાચ કેવલીની દષ્ટિએ અશુધ્ધ વસ્તુ વહેરી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણ વાપરે છે. કારણ કે, એમ ન કરે તે તે શ્રુતજ્ઞાન અપ્રમાણ થાય.
' સાંભળ્યું છે કે–“અગાઉ દુષમ કાળના વેગથી બાર વર્ષ સુધી દુકાળ પડશે. તેથી તથા બીજા અનેક કારણોથી સિદ્ધાંત બુચ્છિન્નપ્રાયઃ થએલ જોઈ ભગવાન નાગાર્જુન, સ્કંદિલાચાર્ય વિગેરે આચાર્યોએ તેને પુસ્તકારૂઢ કર્યો. ” માટે સિદ્ધાંતને માન આપનાર માણસે તે પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ત્ર આદિ વસ્તુવડે તેની પૂજા કરવી સંભળ ય છે કે, પેથડશા સાત કોડ દ્રવ્ય બરચીને ત્રણ જ્ઞાન ભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભૂએ ત્રણ