________________
જ. કી તેરે સંસાર સાગર કે, [૧૪૧ સ્વાગત કરવું. ભોજન, વસ્ત્ર વગેરે આપી તેમને સર્વ પ્રકારે સત્કાર કરે, બંદીવાનેને છોડાવવા, અમારી પ્રવર્તાવવી, કોઈને પણ હરક્ત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતાર વગેરેને સત્કાર કરે. ઘણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરે. વગેરે પ્રતિષ્ઠાવિધિ પ્રતિષ્ઠાકલ્પ આદિ ગ્રંથેથી જાણ.
પ્રતિષ્કામાં સ્નાત્રને અવસરે જન્માવસ્થા ચિંતવવી. તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ચઢતી અવસ્થા ચિંતવવી. છદ્મસ્થપણુંના સૂચક વસ્ત્રાદિક વડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચારવડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિંતવવી. અંજનશલાકાવડે નેત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવી અવસ્થાચિતવવી તથા પૂજામાં સર્વ પ્રકારના મહેટા ઉપચાર કરવાનો અવસરે સમવસરણમાં રહેલ ભગવાનની અવસ્થા ચિંતવવી એમ શ્રાદ્ધસમાચારીવૃત્તિમાં કહ્યું છે. પ્રતિષ્ઠા કર્યા પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે ખાત્ર વગેરે કરવું. વર્ષ પૂરું થાય ત્યારે અઠાઈ ઉત્સવ કરે, અને આઉખાંની ગાંઠ બાંધવી. તથા ઉત્તરોઉત્તર વિશે પૂજા કરવી. વર્ષ-ગાંઠને દિવસે સાધમિકવાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શક્તિ પ્રમાણે કરવું. પ્રતિષ્ઠા છેડશકમાં તે વળી કહ્યું છે કે ભગવાનની આડદિવસ સુધી એકસરખી પૂજા કરવી. તથા સર્વે પ્રાણીઓને યથાશકિત દાન આપવું. ૮. પુત્રાદિકને દીક્ષા મહોત્સવ
તેમજ પુત્ર, પુત્રી, ભાઈઓ, ભત્રીજે, પિતાનો મિત્ર, શ્રા. ૪૧