________________
- ૬૩૮]. સુપન સમ દેખ જગ સારા; શ્રિા, વિ.
સંપ્રતિ રાજાએ પણ સે વર્ષ આયુષ્યના સર્વ દિવસની શુદ્ધિના સારૂ છત્રીસ હજાર નવાં તથા બાકીના જીર્ણોદ્ધાર મળી સવા લાખ જિન–દેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમ રાજાએ ગવદ્ધન પર્વત ઉપર સાડા ત્રણ કોડ નાહોર ખરચી સાત હાથ પ્રમાણ સુવર્ણની પ્રતિમા યુક્ત મહાવીરસ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું. કુમારપાળે તે ચૌદસો ચુ માલીશ નવાં જિનમંદિર તથા સોળસો જીર્ણોદ્ધાર કરાવ્યા. છનું કોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવનવિહારમાં એકસો પચીસ આંગળ ઊંચી મૂળનાયકની પ્રતિમા અરિષ્ટરત્નમયી ફરતી બહેર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની ચોવીશ રત્નમયી, વીશ સુવર્ણમયી અને
વીસ રૂપામયી પ્રતિમાઓ હતી. વસ્તુપાળ મંત્રીએ તેરસે તેર નવાં જિનમંદિર, અને બાવીસે જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિનબિંબ ભરાવ્યાં. પેથડશાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યા. તેમાં સુરગિરિને વિષે ચત્ય નહિ હતું, તે બનાવવાનું વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિપ્ર હેમાદેના નામથી તેની પ્રસન્નતાને સારૂ પેથડશાહે માંધાતાપુરમાં તથા કારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થયે અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી, પાયે બેઘો અને મીઠું પાણી નીકળ્યું. - ત્યારે કેઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ! -મીઠું પાણી નીકળ્યું. છે માટે વાવ બંધાવો.” તે વાત