________________
જ, કૃ] કુટુંબ પરિવાર સુત દારા, [૬૩૭ સુધી રહે, તેટલા અસખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભેગવાય છે. જેમ કે, ભરતચીએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા, ગિરનાર ઉપર બ્રહ્મજ્જે કરેલ કાંચનબધાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરતચકવતીની મુદ્રિકામાંની કુલપાક તીર્થે વિરાજતી માણિકચસ્વામીની તથા સ્તંભનશંખેશ્વર પાર્શ્વનાથ વગેરેની પ્રતિમાઓ હજી સુધી પૂજાય છે. કહ્યું છે કે-જળ, ઠંડું અન્ન, ભજન, વસ્ત્ર, માસિક, વર્ષ કે જાવજ જીવ આજીવિકા એ વસ્તુઓના દાનથી અથવા સામાયિક, પારસી, એકાસણું, આયંબિલ, ઉપવાસ, અભિગ્રહ અને વ્રતથી અનુક્રમે ક્ષણવાર, એક પહેર, એક દિવસ, એક માસ, છ માસ, એક વર્ષ અને જાવજીવ સુધી ભગવાય એટલું પુણ્ય થાય છે, પરંતુ જિનમંદિર, જિનપ્રતિમા વગેરે કરાવવાથી તે તેના દર્શન વગેરેથી થએલું પુણ્ય અસંખ્યાત કાળ સુધી ગવાય છે. માટે જ આ વીશીમાં પૂર્વકાળે, ભરત ચક્રવતિએ શત્રુંજય પર્વત ઉપર રનમય ચતુર્મુખથી વિરાજમાન ચોરાશી મંડપથી શોભતું, એક ગાઉ ઊંચું, ત્રણ ગાઉ લાંબું જિનમંદિર પાંચ કોડ મુનિ સહિત જ્યાં શ્રી પુંડરીકસ્વામી કેવળજ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા, ત્યાં કરાવ્યું. તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની કેને વિષે, ગિરનાર ઉપર, આબુ ઉપર, વૈભાર પર્વતે, સમેતશિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચકવતીએ ઘણુ જિન પ્રાસાદ, અને પાંચસો ધનુષ્ય વગેરે પ્રમાણની પ્રતિમાઓ પણ કરાવી. દંડવીય, સગર ચક્રવર્તી આદિ રાજાઓએ તે મંદિરના તથા પ્રતિમાઓના ઉધાર પણ કરાવ્યા, હરેણુ ચકવતીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી.