________________
જીવનકા કયાં ભરેસ હૈ,
[૪૩૧
V
Less
પછી ઉદાયન રાજા ચંડપ્રદ્યોતને સાથે લઈ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગ. પ્રતિમાને ઉદ્ધાર કરવાને ઘણે પ્રયત્ન કર્યો તથાપિ તે કિંચિત્ માત્ર પણ સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે, હું જઈશ તે વીતભય પાટણમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હું આવતી નથી.” તે સાંભળી ઉદાયન રાજા પા છે વન્યો. રસ્તામાં ચોમાસું આવ્યું. ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો, સંવત્સરી પર્વને દિવસે ઉદાયન રાજાએ ઉપવાસ કર્યો, રસોઈયાએ ચંડપ્રદ્યોતને પૂછયું કે-આજે રસોઈ શી કરવાની? ચંડપ્રદ્યોતના મનમાં “એ મને કદાચ અન્નમાં વિષે આપશે, એ ભય ઉત્પન્ન થયું. તેથી તેણે કહ્યું કે-તે ઠીક યાદ કરાવ્યું, મહારે પણ ઉપવાસ છે, મ્હારા માતા-પિતા શ્રાવક હતા” તે જાણું ઉદાયને કહ્યું કે “એનું શ્રાવકપણે જાણ્યું તથાપિ તે જે એમ કહે છે, તે