________________
૬૩૦] અબ તું ચત અભિમાની; [શ્રા. વિ. થશે” ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું હારા નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે, પણ તું અધી પૂજા કરી અહિં આવ્યું તેથી આવતા કાળમાં તે પ્રતિમા પિતાનું સ્વરૂપ ગુપ્ત જ રાખશે અને મિથ્યાદષ્ટિએ તેની પૂજા કરશે. “આ આદિત્ય ભાયલસ્વામી છે.” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની બહાર સ્થાપના કરશે. વિષાદ, ન કરીશ. દુષમકાળના પ્રભાવથી એમ થશે.” ભાયેલ, નાગેન્દ્રનું આ વચન સાંભળી ને આવ્યા હતા તે પાછો ગયો. હવે વીતભય પાટણમાં પ્રાતઃકાળે પ્રતિમાની માળા સૂકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદને સ્ત્રાવ થએલે જોઈ લોકોએ નિર્ણય કર્યો કે, ચંડપ્રોત રાજા આવ્યા હશે અને તેણે તે પ્રમાણે કર્યું હશે. પછી સેળ દેશના અને ત્રણસો ત્રેસઠ પુરના સ્વામી ઉદાયના ૨ જાએ મહાસેના દિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચડાઈ કરી. માર્ગમાં ઉન્હાળાની ઋતુને લીધે પાણીની અડચણને લીધે રાજાએ પ્રભાવતીને જીવ જે દેવતા, તેનું સ્મરણ કર્યું. તેણે તુરત આવી પાણીથી પરિપૂર્ણ એવાં ત્રણ તળ ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાનો અવસર આવ્યું ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાને ઠરાવ છતાં ચંડપ્રદ્યોત રાજા અનિલગ હાથી ઉપર બેસીને આવે, તેથી પ્રતિજ્ઞા–ભંગદેષ ચંડપ્રદ્યોતને માથે પડે, પછી હાથીના પગ શાસ્ત્રવડે વિંધાયાથી તે પડો, ત્યારે ઉદાયને ચંડપ્રદ્યોતને આંધી તેનાકપાળે હારી દાસીને પતિ એવી છાપ એડી.