________________
જ, કૃ] મનુષ્યકી ઐસી જિંદગાની, [૬૨૯ મહારે પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાઓ તો ઉદાયનના સેવક છે.” પછી દેવતાના વચનથી ચડપ્રદ્યોત રાજાએ સુવર્ણ ગુલિકાને ત્યાં દૂત મોકલ્ય, પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને લાવ્યાથી તે અનિલગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યું. સુવર્ણગુલિકાએ કહ્યું કે, “આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું માટે આ પ્રતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કરો એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે. પછી ચંડપ્રદ્યોતે ઉજજયિનીએ જઈ બીજી પ્રતિમા કરાવી. અને કપિલ નામના કેવળીને હાથે તેની પ્રતિષ્ઠા કરાવી. તે પ્રતિમા સહિત પાછે વતભય પાટણ આવ્યું. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જુની પ્રતિમાને તથા સુવર્ણગુલિકા દાસીને લઈ ચંડપ્રદ્યોત કઈ ન જાણે તેવી રીતે રાત્રિએ પાછા ઘેર આવ્યું. પછી સુવર્ણ ગુલિકા અને ચંડપ્રદ્યોત બને વિષયાસકત થયાં, તેથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલ સ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને સારૂ આપી.
એક વખતે કંબલ-શેબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા, પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારે કહને માગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતું હતું પણ જવાની ઉતાવળથી અધી જ પૂજા થઈ, પાતાળમાં જિનભક્તિથી પ્રસન્ન થએલ ભાયલે કહ્યું કે, જેમ મહારા નામની પ્રસિદ્ધ થાય તેમ કરે.” નાગેન્કે કહ્યું. તેમજ