________________
વ. ક.] માચે મોટાઈમાં જે મુનિ, ઉગ્ર તપસ્યા કરી કહ્યું છે કે–વિગય રહિતપણે છઠ્ઠ, અઠ્ઠમ, દશમ (ચાર ઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ, તેમ ઉપવાસ સહિત બે વર્ષ, ભેજનવડે બે વર્ષ મા ખમણ તપસ્યા સેળ વર્ષ, અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષ્મણ સાઠવીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી. આ તપયા કરતાં તે સાવીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા આદિ મૂકી નહિ. તથા મનમાં દીનપણું કિંચિત્ પણ આપ્યું નહિ. આ રીતે દુષ્કર તપસ્યા કરી તે પણ લક્ષ્મણા સાવી શુદ્ધ થઈ નહિ. છેવટ આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસી વગેરે અસંખ્યાત ભમાં ઘણાં આકરાં દુઃખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના તીર્થમાં તે સિદ્ધિ પામશે. કહ્યું છે કે–શલ્યવાળે જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણે કુશળ એ પણ વૈદ્ય પિતાને રોગ વૈદ્યને કહીને જ સાજો થાય, તેમ જ્ઞાની પુરૂષના પણ શલ્યને ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય. | ૭. તેમજ આલેયણા કરવાથી તીર્થકરેની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે-હે ભગવંત! જીવ આયણ લેવાવડે શું ઉત્પન્ન કરે છે? (જવાબ) રાજુભાવને પામેલે જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય, નિયાણશશ્ય અને મિથ્યાદર્શન શલ્ય એ